Connect Gujarat
દેશ

પશ્વિમ બંગાળ ટ્રેન અકસ્માત: અત્યાર સુધી 9 લોકોના મોત,45 મુસાફરો ઇજાગ્રસ્ત

ગુવાહાટીમાં પૂર્વોત્તર સીમાંત રેલવેના પ્રવક્તાએ કહ્યું કે, દુર્ઘટના એનએફઆરના અલીપુરદ્વાર સંભાગ અંતર્ગત એક વિસ્તારમાં સાંજે 5 વાગ્યે બની.

પશ્વિમ બંગાળ ટ્રેન અકસ્માત: અત્યાર સુધી 9 લોકોના મોત,45 મુસાફરો ઇજાગ્રસ્ત
X

પશ્ચિમ બંગાળના જલપાઇગુડી જિલ્લામાં દોમોહાની નજીક ગુરૂવારે બીકાનેર-ગુવાહાટી એક્સપ્રેસ ટ્રેનના 12 ડબ્બા પાટા પરથી ખડી ગયા અને કેટલાક ડબ્બા પલટી ગયા, જેને લઇને 9 મુસાફરોના મોત થઇ ગયા અને 45થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા. અધિકારીએ આ માહિતી આપી છે. ગુવાહાટીમાં પૂર્વોત્તર સીમાંત રેલવેના પ્રવક્તાએ કહ્યું કે, દુર્ઘટના એનએફઆરના અલીપુરદ્વાર સંભાગ અંતર્ગત એક વિસ્તારમાં સાંજે 5 વાગ્યે બની. દુર્ઘટનાસ્થળ ગુવાહાટીથી 350 કિલોમીટરથી વધુ દુર છે.

જલપાઇગુડીના જીલ્લા અધિકારી મૌમિતા ગોદારા બસુએ કહ્યું કે, દુર્ઘટનામાં ઓછામાં ઓછા 45 લોકો ઇજાગ્રસ્ત થયા છે. કેટલાકની હાલત ગંભીર છે, જોકે મૃતકોની સંખ્યા હજુ વધી શકે છે. બચાવ કર્મચારીઓ મોડી રાત્રે પણ જીવતા બચેલા લોકો અને મૃતદેહોને શોધવામાં લાગી હતી, તમામ ડબ્બાની સારી રીતે તપાસ કરવામાં આવી. નવી દિલ્હીમાં રેલવેના એક અધિકારીએ કહ્યું કે, રેલવે સુરક્ષા આયોગ દુર્ઘટનાના કારણોની તપાસ કરશે. ગુવાહાટીમાં એનએફઆના એક નિવેદનમાં કહેવામાં આવ્યું કે, બચાવ અભિયાન પૂર્ણ થઇ ગયું છે. દુર્ઘટના સમયે ટ્રેનમાં 1053 મુસાફરો હતા.

Next Story
Share it