Connect Gujarat
દેશ

ટ્વિટર બાદ રાહુલ ગાંધીનું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર થશે બ્લોક ?

રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગ દ્વારા રાહુલ ગાંધીના ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી

ટ્વિટર બાદ રાહુલ ગાંધીનું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર થશે બ્લોક ?
X

રાહુલ ગાંધી કથિત દુષ્કર્મ પીડિતાનો ફોટો શેર કરતાં રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગ દ્વારા રાહુલ ગાંધીના ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી. અગાઉ NCPCR-રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગની ફરિયાદને પગલે જ ટ્વિટરે કાર્યવાહી કરી હતી. જેના પગલે રાહુલ ગાંધીનું ટ્વિટર અકાઉન્ટ અસ્થાયી સ્વરૂપે લોક કરી દેવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે રાહુલગાંધી અને કોંગ્રેસના નેતાઓએ દિલ્હીમાં બાળકી સાથે દુષ્કર્મ અને તેની હત્યા મામલે તેના પરિવારજનો સાથેની ફોટો અપલોડ કરી હતી. જેના કારણે બાળકીની ઓળખ છતી થઈ હતી. પરિણામે ટ્વીટર દ્વારા સૌથી પહેલા તો રાહુલ ગાંધીનું એકાઉન્ટ બ્લોક કરવામાં આવ્યું. બાંદમાં કોંગ્રેસનું એકાઉન્ટ બ્લોક થયું અને ધીરે ધીરે કોંગ્રેસ નેતાઓના એકાઉન્ટ બ્લોક કરવામાં આવ્યા. ટ્વિટર દ્વારા કોંગ્રેસના કુલ 5 હજાર નેતાઓના એકાઉન્ટ બ્લોક કરી દેવામાં આવ્યા. જે મામલે રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે આ લોકતાંત્રિક વ્યવસ્થા પર મોટો હુમલો થયો છે.કોંગ્રેસ દ્વારા એવો દાવો કરવામાં આવ્યો છે કે ટ્વીટર દ્વારા 5 હજાર કરતા વધારે કોંગ્રેસના નેતાઓના એકાઉન્ટ બ્લોક કરી દેવામાં આવ્યા છે. કોંગ્રસના મહાસચિવ રણદીપ સુરજેવાલા, કેસી વેણુગોપાલ, અજય માકન, લોકસભામાં પાર્ટીના વ્હિપ મનિકન ટૈગૌર જેવા ઘણા નેતાઓના ટ્વીટર એકાઉન્ટ બ્લોક કરી થયા છે. કોંગ્રેસ સાંસદે કહ્યું કે આ બનાવની રાજકારણ પર પણ ગંભીર અસર પડશે. સાથેજ રાહુલ ગાંધીએ કહ્યું કે ટ્વિટર લોકતાંત્રિક વ્યવસ્થામાં દખલગીરી કરી રહ્યું છે. વધુમાં તેમણે એવું પણ કહ્યું કે મારા 2 કરોડ ફોલોવર્સ છે. જેથી મારું એકાઉન્ટ બ્લોક કરીને તેમના પણ વિચારોને કચડી કાઢવામાં આવ્યા છે.

Next Story