Connect Gujarat
દેશ

શું ખેડૂત આંદોલન પૂર્ણ નહીં થાય ! રાકેશ ટિકૈતે એવું કહ્યું કે મોદી સરકારનું વધશે ટેન્શન

કૃષિ કાયદાઓના વિરૂદ્ધ સંયુક્ત કિસાન મોર્ચાના બેનર હેઠળ શરૂ થયેલા ખેડૂત આંદોલનને આજે એક વર્ષ પૂર્ણ થયું છે.

શું ખેડૂત આંદોલન પૂર્ણ નહીં થાય ! રાકેશ ટિકૈતે એવું કહ્યું કે મોદી સરકારનું વધશે ટેન્શન
X

કૃષિ કાયદાઓના વિરૂદ્ધ સંયુક્ત કિસાન મોર્ચાના બેનર હેઠળ શરૂ થયેલા ખેડૂત આંદોલનને આજે એક વર્ષ પૂર્ણ થયું છે.આંદોલનના એક વર્ષ પૂર્ણ થતાં રાકેશ ટિકૈતે સાફ જણાવ્યું હતું કે, આ આંદોલન જલ્દીથી પૂર્ણ કરવાનો કોઈ પ્લાન નથી. તેમણે કહ્યું કે, જ્યાં સુધી સરકાર લઘુત્તમ ટેકાના ભાવને લઈને કાયદો નહીં બનાવે ત્યાં સુધી આ આંદોલન પૂર્ણ કરવામાં નહીં આવે. રાકેશ ટિકૈતે મંચ પરથી એલાન કર્યું કે, એમએસપીને લઈને કાયદો બનાવવો જ પડશે. તેમણે સાફ કહ્યું કે, 29 નવેમ્બરના રોજ અમે ટ્રેકટર લઈને દિલ્હી જશે. માર્ગો ખુલ્લા રહ્યાં તો 500 ખેડૂતો ટ્રેકટર સાથે દિલ્હી જશે ટિકૈતે ખેડૂતો ને 10 દિવસ સુધી તૈયાર રહેવા આહવાન કર્યું હતું કે, બીજેપીના લોકો કાયદો પાછો ખેંચો તો પાછો ખેંચો રાકેશ ટિકૈતે કહ્યું કે કોઈ કેટલું પણ પરેશાન કરે પણ આપણે તૈયાર રહેવાનું છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, આમનો મુકાબલો આપણે કરવો પડશે. રાકેશ ટિકૈતે પોતાનો આગળના કાર્યક્રમ અંગે ચર્ચા કરતા કહ્યું કે, કાલે તેઓ અમૃતસર જઈ રહ્યાં છે. અને ત્યારબાદ મુંબઈ જઈ રહ્યાં છે.29 નવેમ્બરે ફરીથી તમારી વચ્ચે પાછો ફરીશ રાકેશ ટિકૈતના ભાઈ અને ભારતીય કિસાન યુનિયનના અધ્યક્ષ નરેશ ટિકૈતે કહ્યું કે, પ્રધાનમંત્રી બહુ સારી પહેલ કરી છે. જેના માટે અમે તેમનો આભાર પ્રગટ કરે છે. ઉલ્લખેની છે કે, રાકેશ ટિકૈતે પહેલા પણ ચોખવટ કરી હતી કે, એમએસપીને લઈને કાયદો નહીં બનાવવામાં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે. ઉલ્લેખનીય છે કે, આંદોલનના એક વર્ષ પૂર્ણ થવા પર દિલ્હીની બોર્ડર પર મોટી સંખ્યામાં ખેડૂતો ભેગા થયાં છે. દિલ્હીની બોર્ડર પર પહોંચ્યાં છે.

Next Story