Connect Gujarat
દેશ

લખનઉમાં મહિલાએ કેબ ડ્રાઇવરને રોડ પર લગાવી દીધા 20 થપ્પડ, જુઓ વાયરલ વીડિયોની હકીકત

ઉત્તરપ્રદેશના લખનઉમાં કૃષ્ણાનગર નજીક કેબ ડ્રાઈવરને માર મારવાનો મામલો ઝડપથી ટ્રોલ થઈ રહ્યો છે. હવે આરોપી યુવતીએ પણ પોલીસ પર બેદરકારીનો આરોપ લગાવી દીધો છે.

X

ઉત્તરપ્રદેશના લખનઉમાં કૃષ્ણાનગર નજીક કેબ ડ્રાઈવરને માર મારવાનો મામલો ઝડપથી ટ્રોલ થઈ રહ્યો છે. હવે આરોપી યુવતીએ પણ પોલીસ પર બેદરકારીનો આરોપ લગાવી દીધો છે. તેનું કહેવું છે કે તે રોડ ક્રોસ કરી રહી હતી, ત્યારે ચોકમાં લાગેલા સિગ્નલ તોડીને એક કાર આગળ વધી અને તેના પગને અડકી ગઈ. પાસે ઊભેલા પોલીસવાળાએ પણ તેને ન રોક્યો. એકાએક આવેલી કારથી થોડી ગભરાઈ ગઈ. એક ક્ષણ તો લાગ્યું કે કાર ઉપર જ ચડી જશે જેથી જ કેબ ડ્રાઈવરને ફટકાર્યો. તો બીજી બાજુ કેબ ડ્રાઈવરે જણાવ્યું કે પોતે નિર્દોષ હોવા છતાં આખી રાત લોકઅપમાં રહેવું પડ્યું, કેબ છોડાવવા માટે પોલીસને 10 હજાર રૂપિયા આપવા પડ્યા.

આરોપી કેશરી ખેડા નિવાસી પ્રિયદર્શની નારાયણ યાદવે જણાવ્યું કે તે માનસિક બીમારીની સારવાર કરાવી રહી છે. તેથી તેને દરરોજ વોક પર જવું પડે છે. 30 જુલાઈની રાત્રે પણ તે વોક પર નીકળી હતી. ચોક પર કેબ સિગ્નલ તોડીને આગળ વધી અને તેના પગને અડકી ગઈ. પાછું વાળીને જોયું તો મોબાઈલ પર વ્યસ્ત ડ્રાઈવર કેબ ચલાવી રહ્યો હતો. જેને લઈને ગુસ્સો આવ્યો અને નીચે ઉતારીને ફટકાર્યો.

પ્રિયદર્શનીએ જણાવે છે કે તેને લખનઉ યુનિવર્સિટીમાં બીએસી, એમએસી અને એમફિલ કર્યું છે. જે બાદ BBAU (બાબાસાહેબ ભીમરાવ આંબેડકર યુનિવર્સિટી)માં રિસર્ચ સ્કોલર રહી છે. દિલ્હીમાં જોબ કન્સલટન્ટ કંપની શ્રી કેરિયર ગાઈડન્સ સર્વિસીઝમાં નોકરી કરે છે. કોરોનાને કારણે હાલ તે વર્ક ફ્રોમ હોમ કરે છે. પરિવારમાં રેલવેમાંથી રિટાયર્ડ થયેલા પિતા, માતા અને એક મોટો ભાઈ છે. માતા શશિકલા પ્રસાદ સમાજવાદી પાર્ટીની સભ્ય અને સામાજિક કાર્યકર્તા છે. દાદા-દાદી કોંગ્રેસ પાર્ટી સાથે જોડાયેલા છે.

આ તરફ કેબ ડ્રાઈવર સઆદત અલીનું કહેવું છે કે જ્યારે યુવતી તેને ચાર રસ્તા પર મારી રહી હતી ત્યારે પોલીસ માત્ર તમાશો જ જોતી હતી. અને જે બાદ તેને જ પોલીસ સ્ટેશને લઈ જઈને લોકઅપમાં રાખ્યો. ઘરવાળાઓને ફોન પણ ન કરવા દીધો. મારા બંને ભાઈ લોકેશન શોધીને પોલીસ સ્ટેશન પહોંચ્યા તો તેઓને પણ લોકઅપમાં નાખી દીધા. કોઈ પૂછપરછ પણ કરવામાં ન આવી. કારણ વગર કેબ સીઝ કરી દીધી. ત્યારે કેબ છોડાવવા માટે પોલીસે 10 હજાર રૂપિયા લીધા. આત્મસન્માનને તો ઠેસ પહોંચી જ છે, હવે તો કાયદા પર પણ વિશ્વાસ રહ્યો નથી. આશ્ચર્યની વાત છે કે પુરાવા હોવા છતાં હજુ સુધી આરોપી યુવતી વિરૂદ્ધ કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી.

મામલો 30 જુલાઈનો આલમબાગ અવધ ચોકનો છે. અહીં રાત્રે 9 વાગ્યે OLA કેબ ડ્રાઈવર સઆદત અલી વેગનાર કારથી જઈ રહ્યો હતો. ત્યારે તેની કારની આગળ એક યુવતી આવી ગઈ. યુવતીએ આરોપ લગાવ્યો કે તેના ઉપર કાર ચડાવવાનો પ્રયાસ કરાયો. જે બાદ યુવતીએ ડ્રાઈવરને કોલર પકડીને નીચે ઉતાર્યો અને તેને મારવા લાગી. તેનો મોબાઈલ પણ તોડી નાખ્યો. ઝઘડો દેખાતા રાહદારી ઈનાયત અલી અને દાઉદ અલી બચાવ માટે પહોંચ્યા. ત્યારે યુવતીએ તેઓની સાથે પણ અભદ્રતા કરી. જે બાદ પોલીસે ત્રણેય યુવક વિરૂદ્ધ જ કેસ દાખલ કરી દીધો.

બે દિવસ પછી સોમવારે ચોકના CCTV ફુટેજ સામે આવ્યા, ત્યારે પોલીસ અને યુવતીની પોલ ખુલ્લી ગઈ. આ ફુટેજમાં સ્પષ્ટ જોવા મળે છે કે ડ્રાઈવર નિર્દોષ છે. તેની કાર યુવતીને ટચ પણ થઈ ન હતી. આ ફુટેજના આધારે દિલ્હી મહિલા આયોગની અધ્યક્ષા સ્વાતી માલિવાલે યુવતી વિરૂદ્ધ કાર્યવાહીની માગ કરી હતી. જે બાદથી સોશિયલ મીડિયા પર યુવતીની ધરપકડની માગ ઊઠી છે.

એડીસીપી ઈસ્ટ ચિરંજીવી સિન્હાના જણાવ્યા મુજબ, વીડિયોમાં યુવતીની ભૂલ સ્પષ્ટ જોવા મળે છે. પીડિત યુવકની ફરિયાદ બાદ યુવતી વિરૂદ્ધ IPCની કલમ 394, 427 અંતર્ગત FIR દાખલ કરવામાં આવી છે. ખાસ વાત એ છે કે FIRને 24 કલાક જેટલો સમય થયો છે તેમ છતાં પોલીસે હજુ સુધી કોઈ જ કાર્યવાહી કરી નથી.

Next Story