Connect Gujarat
દેશ

પીએમ મોદીને મળવા પહોંચેલા શેરબજારના બિગબુલનો કરચલીવાળો શર્ટ બન્યો ચર્ચાનો વિષય

પીએમ મોદીને મળવા પહોંચેલા શેરબજારના બિગબુલનો કરચલીવાળો શર્ટ બન્યો ચર્ચાનો વિષય
X

ભારતીય શેરબજારમાં બિગ બુલ કહેવાતા રાકેશ ઝુનઝુનવાલાનો કરચલીવાળો શર્ટ ચર્ચાનો વિષય બન્યો. તાજેતરમાં જ રાકેશ ઝુનઝુનવાલા અને તેમની પત્ની રેખા ઝુનઝુનવાલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળવા પહોંચ્યા હતા. જેમાં મુલાકાત દરમિયાન પાડવામાં આવેલ ફોટો ચર્ચાનો વિષય બન્યો.તેમણે આ મુલાકાત પર વડાપ્રધાન ના વખાણ પણ કરતા નજરે જોવા મળી આવ્યા હતા.

ભારતમાં શેર બજારના બિગ બુલ કહેવાતા રાકેશ ઝુનઝુનવાલા પહેરેલો કરચલીવાળો શર્ટ સોશિયલ મિડીયામાં ચર્ચાનો વિષય બન્યો. રાકેશ ઝુનઝુનવાલા અને તેમની પત્ની રેખા ઝુનઝુનવાલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવા પહોંચ્યા હતા. તેમણે કરી મુલાકાતનો ફોટો સોશિયલ મિડીયામાં મુક્યો હતો અને વડાપ્રધાન વખાણ કરતા જણાવ્યુ હતુ કે માણસે પહેરેલા કપડાં નહીં પરંતુ તેમના જીવનમાં સાદગીથી ઓળખાય છે અને આ રાકેશ ઝુનઝુનવાલા જ તેનું ઉત્તમ ઉદાહરણ છે.

રાકેશ ઝુનઝુનવાલાએ ભારતીય શેર બજારના બિગ બુલ કહેવામાં આવે છે. જે શેર બજારમાં દિગ્ગજ રોકાણકાર છે. તેમના માટે એવું પણ કહેવામાં આવે છે કે, રાકેશ ઝુનઝુનવાલા જે શેર ખરીદે તેની કિંમત સોના જેટલી થઇ જાય છે. જેમાં રાકેશ ઝુનઝુનવાલા અને તેના પરિવાર નેટવર્થ અંદાજે 23,300 કરોડની છે. તેમ છતાં જ તેમના જીવન સાદગી તેમને પહેરેલા એક શર્ટમાં જોવા મળી આવે છે.

Next Story