Connect Gujarat
દેશ

કાશ્મીરથી કન્યાકુમારી સુધી ઉજવાયો યોગ દિવસ, પીએમ મોદી અને રાષ્ટ્રપતિ કોવિંદે પણ કર્યા યોગ

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે દેશભરના લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન, રાષ્ટ્રપતિથી લઈને સેનાના જવાનો યોગ કરીને વિશ્વને યોગની શક્તિનો સંદેશ આપી રહ્યા છે.

કાશ્મીરથી કન્યાકુમારી સુધી ઉજવાયો યોગ દિવસ, પીએમ મોદી અને રાષ્ટ્રપતિ કોવિંદે પણ કર્યા યોગ
X

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે દેશભરના લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન, રાષ્ટ્રપતિથી લઈને સેનાના જવાનો યોગ કરીને વિશ્વને યોગની શક્તિનો સંદેશ આપી રહ્યા છે. ઈન્ડો-તિબેટિયન બોર્ડર પોલીસ (ITBP) હિમવીરોએ 8મીએ લદ્દાખમાં 17,000 ફૂટની ઊંચાઈએ યોગ કર્યા હતા. યોગ દિવસ નિમિત્તે પીએમ મોદી પણ પૂરા ઉત્સાહમાં જોવા મળ્યા હતા. તેમણે કર્ણાટકના મૈસૂર પેલેસમાં તમામ પ્રકારના આસનો કરીને લોકોને ફિટ રહેવાનો સંદેશ આપ્યો હતો. લદ્દાખમાં ITBP જવાનોના યોગાસનને જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા છે.

ભારે હિમવર્ષા વચ્ચે કપડા વિના યોગ કરવું એ ભારતીય સેનાની તાકાત દર્શાવે છે. ઈન્ડો-તિબેટિયન બોર્ડર પોલીસ (ITBP)ની સેન્ટ્રલ સ્કાય ટીમે ભારે બરફ વચ્ચે 14,000 ફૂટની ઊંચાઈએ રોહતાંગ પાસ ખાતે યોગ દિવસની ઉજવણીમાં ભાગ લીધો હતો. પીએમ મોદીએ કહ્યું કે યોગ સમગ્ર માનવતા માટે છે. યોગ વિશ્વમાં શાંતિ લાવે છે. પીએમએ સંયુક્ત રાષ્ટ્રનું પણ અભિવાદન કર્યું. એમ પણ કહ્યું કે યોગ દ્વારા શાંતિ માત્ર વ્યક્તિઓ માટે જ નથી, તે આપણા રાષ્ટ્રો અને વિશ્વમાં શાંતિ લાવે છે. બાબા રામદેવના હરિદ્વારમાં પતંજલિ યોગપીઠ ખાતે યોગ કાર્યક્રમનું આયોજન કર્યું હતું.

ઈન્ડો-તિબેટિયન બોર્ડર પોલીસ (ITBP) હિમવીરોએ 8મા યોગ દિવસ પર ઉત્તરાખંડમાં 14,500 ફૂટની ઊંચાઈએ યોગ કર્યા. કર્ણાટકના મૈસુર પેલેસમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જ્યાં પીએમ મોદી સહિત અન્ય ઘણા નેતાઓ હાજર રહ્યા હતા. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે યોગ દિવસ નિમિત્તે રાષ્ટ્રપતિ ભવન ખાતે યોગ કર્યા હતા. તેમણે કહ્યું કે યોગ એ પ્રાચીન ભારતીય વારસાનો એક ભાગ છે. તે માનવતા માટે ભારતની ભેટ છે, આરોગ્ય અને સુખાકારી માટે એક સર્વગ્રાહી અભિગમ. યોગ મન, શરીર અને આત્માને સંતુલિત કરે છે.

Next Story
Share it