Connect Gujarat
દેશ

યોગીસરકારે વધુ એક નામ બદલ્યું! ઝાંસી રેલવે સ્ટેશન હવે ઓળખાશે વીરાંગના લક્ષ્મીબાઈ રેલવે સ્ટેશન તરીકે

ઉત્તર પ્રેદશમાં નામ બદલવાની રાજનીતિ દેશભરમાં પ્રચલિત છે. ત્યારે ફરી એક વાર યોગી આદિત્યનાથની ઉત્તરપ્રદેશ સરકારે ઝાંસી રેલવે સ્ટેશનનું નામ બદલીને વીરાંગના લક્ષ્મીબાઈ રેલવે સ્ટેશન નામ રાખ્યું છે.

યોગીસરકારે વધુ એક નામ બદલ્યું! ઝાંસી રેલવે સ્ટેશન હવે ઓળખાશે વીરાંગના લક્ષ્મીબાઈ રેલવે સ્ટેશન તરીકે
X

ઉત્તર પ્રેદશમાં નામ બદલવાની રાજનીતિ દેશભરમાં પ્રચલિત છે. ત્યારે ફરી એક વાર યોગી આદિત્યનાથની ઉત્તરપ્રદેશ સરકારે ઝાંસી રેલવે સ્ટેશનનું નામ બદલીને વીરાંગના લક્ષ્મીબાઈ રેલવે સ્ટેશન નામ રાખ્યું છે. કેન્દ્ર સરકારને નામ બદલવા માટે ઉત્તર પ્રદેશ સરકારે મંજૂરી માગ હતી. મંજૂરી મળ્યા પછી ઉત્તરપ્રદેશ સરકારે નામ બદલવા માટે આદેશ કર્યા હતો.માહિતી માટે જણાવી દઇએ કે ત્રણ મહિના પહેલા ગૃહ મંત્રાલયને આ પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો કે ઝાંસી રેલવે સ્ટેશનનું નામ બદલવામાં આવે. હવે તે પ્રસ્તાવનો સ્વીકાર કરતા યૂપી સરકારે ઝાંસી રેલવે સ્ટેશનનું નામ બદલીને વીરાંગના લક્ષ્મીબાઈ રેલવે સ્ટેશન કરી દીધું છે. રેલવે સ્ટેશનનો કોડ પણ હવે બદલી નાખવામાં આવશે.

સરકાર તરફથી આ તર્ક આપવામાં આવી રહ્યો છે કે સ્ટેશનનું નામ બદલવાથી વિસ્તારમાં પ્રવાસીઓની સંભાવના વધી શકે છે. બુંદેલખંડ વિસ્તારમાં પણ આનો લાભ જોવા મળી શકે છે.તો રાજ્ય સરકારે કેટલીક વખત જણાવેલ કે જરૂરિયાતના હિસાબે નામ બદલવામાં આવે. આ પહેલા યોગી સરકારે પોતાના કાર્યકાળમાં ફૈઝાબાદને અયોધ્યા, ઇલાહાબાદને પ્રયાગરાજ, મુગલસરાયને દીન દયાલ ઉપાધ્યાય નગર બનાવી દીધું છે. આ વખતે ફરક એ રહ્યો છે કે સરકારે શહેરની જગ્યાએ કોઈ રેલવે સ્ટેશનનું નામ કરી કરી દીધું છે. ચૂંટણી સિઝનમાં સરકારનો આ નિર્ણય ઘણો મહત્વનો માનવામાં આવી રહ્યો છે.

Next Story