Connect Gujarat
દુનિયા

પુલવામાં હુમલા બાદ પહેલીવાર પાકિસ્તાની ટીમ આવશે ભારત, પ્રતિયોગિતા માટે ભારતે જાહેર કર્યા વિઝા

પુલવામાં હુમલા બાદ પહેલીવાર પાકિસ્તાની ટીમ આવશે ભારત, પ્રતિયોગિતા માટે ભારતે જાહેર કર્યા વિઝા
X

પાકિસ્તાની

ટીમ દિલ્હીમાં થનારી એશિયન કુશ્તી ચેમ્પિયનશીપમાં ભાગ લેશે. ભારતીય કુશ્તી સંઘના

સહાયક સચિવ વિનોદ તોમરે જાણકારી આપી હતી કે, ભારત

સરકારે પાકિસ્તાની ટીમને આ પ્રતિયોગિતામાં ભાગ

લેવા માટે વીઝા

જાહેર કર્યા છે. ગત વર્ષે થયેલા 14 ફેબ્રુઆરી

પુલવામા

હુમલા બાદ પાકિસ્તાનની આ પહેલી ટીમ છે જે ભારત રમવા આવશે.

પાકિસ્તાની

ટીમમાં 4 પહેલવાન, 1 કોચ અને 1 રેફરી સામેલ હશે

ચેમ્પિયનશીપ

18 થી 23 ફેબ્રુઆરી

વચ્ચે દિલ્હીમાં યોજાશે. સહાયક સચિવે જણાવ્યું કે આ

મામલાને લઇને કુશ્તી સંઘના પદાધિકારીઓની શુક્રવારે ખેલ સચિવ રાધેશ્યામ જુલાનિયા

સાથે મુલાકાત થઇ હતી. તેમણે તાત્કાલિક ગૃહ સચિવ સાથે વાત કરી. ત્યારબાદ પાકિસ્તાની

ખેલાડીઓ અને કોચને વીઝા જાહેર કરવામાં આવ્યા હતા. પાકિસ્તાની ટીમમાં 4 પહેલવાન(ફ્રીસ્ટાઇલ વર્ગ), એક કોચ અને એક રેફરી સામેલ હશે. યુનાઇટેડ

વર્લ્ડ રેસલિંગના નિયમો પ્રમાણે યજમાન દેશ માટે તે જરૂરી હોય છે કે પ્રતિયોગિતામાં

સામેલ થનારા દેશોને વીઝા આપે.

Next Story