Connect Gujarat
દુનિયા

વિમેન્સ ટી-ટ્વેન્ટી વર્લ્ડકપની પ્રથમ સેમીફાઇનલ આજે સીડનીમાં ભારત VS ઇંગ્લેન્ડ

વિમેન્સ ટી-ટ્વેન્ટી વર્લ્ડકપની પ્રથમ સેમીફાઇનલ આજે સીડનીમાં ભારત VS ઇંગ્લેન્ડ
X

વિમેન્સ ટી-ટ્વેન્ટી વર્લ્ડકપની

પ્રથમ સેમીફાઇનલ આજે સીડનીમાં ભારતનો

મુકાબલો ઇંગ્લેન્ડ સામે થશે. મેચ ભારતીય સમય પ્રમાણે સવારના 09:30 કલાકે શરૂ થશે. ભારત વિમેન્સ ટી-ટ્વેન્ટી

વર્લ્ડકપમાં ફાઇનલમાં કદી પણ પ્રવેશ્યુ નથી, ચાલુ

ટુર્નામેન્ટમાં ભારતીય ટીમનો દબદબો રહ્યો છે.

શેફાલી વર્મા ICC વિમેન્સ-ટી20 રેન્કિંગમાં નંબર વન બની

વિમેન્સ ટી20 વર્લ્ડકપમાં સેમિફાઈનલમાંઆ મેચમાં નવા

રેન્કિંગ મુબજ ટોચના ક્રમની ઈંગ્લેન્ડની બોલર સોફી એક્લેસ્ટોન અને ટોચના ક્રમની

બેટર શેફાલી વચ્ચેનો મુકાબલો રસપ્રદ બની રહેશે. શેફાલીએ છેલ્લી ચાર મેચમાં કુલ 161 રન ફટકાર્યા છે જેમાં

શ્રીલંકા અને ન્યૂઝીલેન્ડ સામે અનુક્રમે 47

તેમજ 46 રનની ઈનિંગ્સ રમી હતી. મિતાલી રાજ બાદ શેફાલી આઈસીસી ટી20 બેટિંગ રેન્કિંગમાં

ટોચના સ્થાન પહોંચનાર બીજી બેટર રહી છે.

બીજી સેમીફાઇનલ મેચ

દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સીડનીમાં રમાશે. આ મેચ ભારતીય સમય પ્રમાણે બપોરના 1.30થી શરૂ થશે, ટી-ટ્વેન્ટી વર્લ્ડકપની ફાઇનલ રવિવારે ભારતીય સમય પ્રમાણે 12.30 વાગે મેલબોર્નમાં રમાશે. યોગાનુયોગ તે

દિવસે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે.

Next Story