Connect Gujarat
Featured

ઓસ્ટ્રેલિયાને ઘરઆંગણે 2-1થી ભારતે હરાવ્યું, બોર્ડર-ગાવસ્કર ટ્રોફી જીતવાની ભારતની હેટ્રીક

ઓસ્ટ્રેલિયાને ઘરઆંગણે 2-1થી ભારતે હરાવ્યું, બોર્ડર-ગાવસ્કર ટ્રોફી જીતવાની ભારતની હેટ્રીક
X

ભારતે અંતિમ મેચમાં ઓસ્ટ્રેલિયાને 3 વિકેટે હરાવી 328 રનનો ટાર્ગેટ ચેઝ કર્યો છે. ટીમ ઇન્ડિયાએ શ્રેણી 2-1થી પોતાના નામે કરી છે. પ્રથમવાર ભારતે સતત ત્રીજી વખત બોર્ડર-ગાવસ્કર ટ્રોફી જીતી છે. વર્ષ 2016-17માં ભારતે ઓસ્ટ્રેલિયાને 2-1થી હરાવ્યું હતું. ત્યાર બાદ 2018-19માં ઓસ્ટ્રેલિયાને તેના ઘરે જ 2-1થી માત આપી હતી. ભારત અગાઉ ક્યારેય બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં સતત 3 સીરિઝ જીત્યું નથી.

ભારતનો બ્રિસ્બેનમાં સૌથી સફળ રનચેઝ છે. આ પહેલાં સૌથી સફળ રનચેઝનો રેકોર્ડ અહીં ઓસ્ટ્રેલિયાના નામે હતો, નવેમ્બર 1951માં વેસ્ટ ઇન્ડીઝને 3 વિકેટે હરાવી ઓસ્ટ્રેલિયાએ આ ટાર્ગેટ ચેઝ કર્યો હતો. બ્રિસ્બેન ખાતે હજી સુધી ટેસ્ટની ચોથી ઇનિંગ્સમાં 250+ રનનો ટાર્ગેટ ચેઝ થયો ના હતો. ભારતે આ શ્રીણીમાં ઓસ્ટ્રેલિયાને 3 વિકેટે હરાવી 328 રનનો ટાર્ગેટ ચેઝ કર્યો છે.

Next Story