Connect Gujarat
દેશ

ભારતીય વાયુસેનાને મળ્યું, દુનિયાનું સૌથી આધુનિક અને ઘાતક AH-64E અપાચે હેલિકોપ્ટર

ભારતીય વાયુસેનાને મળ્યું, દુનિયાનું સૌથી આધુનિક અને ઘાતક AH-64E અપાચે હેલિકોપ્ટર
X

ભારતીય વાયુસેનાને ‘લાદેન કિલર’ના નામથી જાણીતા અપાચે હેલિકોપ્ટર મળવાનું શરૂ થઈ ગયું છે. અમેરિકાની કંપની બોઈંગ દ્વારા બનાવવામાં આવેલા AH-64E અપાચે હેલિકોપ્ટર દુનિયાનું સૌથી આધુનિક અને ઘાતક હેલિકોપ્ટર માનવામાં આવે છે. અમેરિકાના એરિઝોનામાં ભારતીય વાયુસેનાને પહેલુ હેલિકોપ્ટર સોંપવામાં આવ્યું છે.

ભારતે અમેરિકા પાસેથી ૨૨ અપાચે હેલિકોપ્ટર ખરીદવાની ડીલ કરી છે. આ હેલિકોપ્ટરના આવવાથી જ ભારત હવે અમેરિકાની માફક પાકિસ્તાનમાં સરળતાથી આતંકવાદી અડ્ડાઓ પર ખુબ જ સરળતાથી અંજામ આપી શકશે. અપાચે પહેલું એવુ હેલિકોપ્ટર છે જે ભારતીય સેનામાં અચુક પ્રહાર કરવાનું કામ કરશે. ભારતીય સેના રશિયા દ્વારા બનાવવામાં આવેલા એમઆઈ-35નો વર્ષોથી ઉપયોગ કરતું આવ્યું છે, પરંતુ હવે તે નિવૃત્તિના આરે છે. જ્યારે અપાચેને એવી રીતે ડિઝાઈન કરવામાં આવ્યું છે કે દુશ્મનની કિલેબંધી ભેદીને પણ તે તેની સરહદમાં ઘુસીને હુમલાઓ કરવામાં સક્ષમ છે.

[gallery size="full" td_select_gallery_slide="slide" ids="94400,94401,94402,94403"]

સંરક્ષણ નિષ્ણાંતોના જણાવ્યા પ્રમાણે અપાચે યુદ્ધ સમયે ‘ગેમ ચેંજર’ની ભૂમિકા નિભાવી શકે છે. તેમણે જણાવ્યું હતું કે, અમેરિકાએ અપાચે હેલિકોપ્ટરની અંદર કેટલાક એવા ફેરફાર કરીને વર્ષ ૨૦૧૧૧માં તેનો ઉપયોગ પાકિસ્તાનમાં ઘુસેની અલ કાયદાના ચીફ ઓસામા બિન લાદેનને મોતને ઘાટ ઉતાર્યો હતો. ઓસામા માર્યો ગયો હોવાની પાકિસ્તાનને ગંધ સુદ્ધા નહોતી આવી.

આ હેલિકોપ્ટર Boeing AH-64E અમેરિકી સેના અને અન્ય આંતરરાષ્ટ્રીય ડિફેંસ ફોર્સેઝ માટે એડવાંસ યુદ્ધ હેલિકોપ્ટર છે જે એક સાથે અનેક કામ કરવામાં સક્ષમ છે. અમેરિકાએ પોતાના આ અપાચે હેલિકોપ્ટરને પનામાથી લઈને અફઘાનિસ્તાન અને ઈરાક સુધી દુશ્મનો સામે મેદાનમાં ઉતાર્યું છે. ઈઝરાયેલ પણ લેબેનોન અને ગાઝા ટ્રીપ પર હાથ ધરવામાં આવતા પોતાના સૈન્ય ઓપરેશનમાં આ હેલિકોપ્ટરનો ઉપયોગ કરે છે.આ હેલિકોપ્ટરને અમેરિકી સેનાના એડવાંસ અટેક હેલિકોપ્ટર પ્રોગ્રામ માટે બનાવવામાં આવ્યું હતું. તેને પહેલી ઉડાન વર્ષ 1975માં ભરી હતી, પરંતુ તેને અમેરિકાની સેનામાં વર્ષ 1986માં શામેલ કરવામાં આવ્યું હતું. અમેરિકા ઉપરાંત ઈઝરાયેલ, ઈજિપ્ત અને નેધરલેંડની સેનાઓ પણ અપાચે હેલિકોપ્ટરનો ઉપયોગ કરે છે.આ હેલિકોપ્ટર કોઈ પણ પ્રકારના હવામાનમાં, કોઈ પણ પ્રકારની પરિસ્થિતિ હોય પણ અપાચે હેલિકોપ્ટર દુશ્મનો પર કહેર વરસાવવામાં સક્ષમ છે.

Next Story