Connect Gujarat
દેશ

ભારતીય રેલવે 14 એપ્રિલ પહેલા કરાયેલા તમામ બુકિંગને રદ કરશે. વધુ વિગત માટે વાંચો સમગ્ર સમાચાર...

ભારતીય રેલવે 14 એપ્રિલ પહેલા કરાયેલા તમામ બુકિંગને રદ કરશે. વધુ વિગત માટે વાંચો સમગ્ર સમાચાર...
X

ભારતીય રેલવેએ મંગળવારે 14 એપ્રિલના રોજ અથવા આ પહેલાં નિયમિત ટ્રેનો માટે બુક કરાયેલી તમામ ટ્રેન ટિકિટને રદ કરવાની ઘોષણા કરી હતી અને કહ્યું હતું કે, આ માટે રિફંડ પણ આપવામાં આવશે.

22 જૂનના રોજ આપવામાં આવેલા આદેશમાં રેલવે બોર્ડે જણાવ્યું છે કે, “એ નક્કી કરવામાં આવ્યું છે કે, નિયમિત દોડતી ટ્રેનો માટે 14 એપ્રિલ અથવા આ પહેલાં બુક કરાયેલી તમામ ટ્રેન ટિકિટને રદ કરવામાં આવશે. જો કે, મુસાફરોને સંપૂર્ણ રિફંડ આપવામાં આવશે."

દેશમાં કોરોના વાઇરસના ફેલાવાને રોકવા માટે દેશવ્યાપી લોકડાઉન આપવામાં આવ્યું હતું. જેના વચ્ચે રેલવેએ 25 માર્ચથી તમામ પેસેન્જર, મેઇલ અને એક્સપ્રેસ ટ્રેનોનું સંચાલન સ્થગિત કરી દીધું હતું. જેથી 14 મેના રોજ રેલવેએ 30 જૂન સુધી તમામ નિયમિત ટ્રેનોની મુસાફરી માટે બુક કરાવેલી ટિકિટો રદ કરી હતી અને સંપૂર્ણ રિફંડ આપવાનું નક્કી કર્યું હતું.આ બધી ટિકિટો લોકડાઉન દરમિયાન બુક કરાઈ હતી, જ્યારે રેલએ જૂનમાં મુસાફરી માટે બુકિંગ કરવાની મંજૂરી આપી રહ્યું હતું. દેશમાં ફસાયેલા સ્થળાંતર કામદારો, યાત્રાળુઓ, વિદ્યાર્થીઓ અને પ્રવાસીઓની પરિવહન માટે રેલ્વે 1 મેથી શ્રમિક સ્પેશિયલ ટ્રેનો શરૂ કરી હતી.

Next Story
Share it