Connect Gujarat
દેશ

U19 વર્લ્ડ કપ ટુર્નામેન્ટમાં એક પણ મેચ ન હારનારી ભારતીય ટીમનો ફાઇનલમાં પરાજય

U19 વર્લ્ડ કપ ટુર્નામેન્ટમાં એક પણ મેચ ન હારનારી ભારતીય ટીમનો ફાઇનલમાં પરાજય
X

U19 વર્લ્ડ કપ ટુર્નામેન્ટમાં શાનદાર દેખાવ કરનારી ભારતીય અંડર-19 ક્રિકેટ ટીમ ફાઇનલમાં પોતાની

ટીમ માટે કશું ન કરી શકી આ નિરાશાજનક પ્રદર્શન બાદ બાંગ્લાદેશ સામે તેનો ત્રણ વિકેટથી

પરાજય થયો હતો. આ સાથે આઇસીસી અંડર-19 વન-ડે ક્રિકેટ વર્લ્ડ કપમાં

બાંગ્લાદેશની ટીમ વર્લ્ડ ચેમ્પિયન બની હતી અને ભારતને રનર્સ અપથી સંતુષ્ટ રહેવું

પડ્યું હતું. ફાઇનલ જીતવા માટે ભારતીય ટીમ ફેવરિટ હતી કેમ કે આ વર્લ્ડ કપમાં

ભારતનો દેખાવ સર્વશ્રેષ્ઠ રહ્યો હતો. તે એકેય મેચ હાર્યું ન હતું. પરંતુ ભારતીય

યુવાનો વધુ પડતા આત્મવિશ્વાસમાં રહ્યા હતા અને અંતે પરાજયનો સામનો કરવો પડ્યો હતો.

ભારત સાતમી વાર અંડર-19 વર્લ્ડ કપની ફાઇનલમાં રમી રહ્યું

હતું અને તેનો ત્રીજી વાર ફાઇનલમાં પરાજય થયો હતો જ્યારે તે ચાર વખત વર્લ્ડ કપ

જીત્યું હતું. રવિવારે રમાયેલી ફાઇનલમાં બાંગ્લાદેશે ટોસ જીત્યા બાદ ભારતે

પ્રથમ બેટિંગ કરતાં 47.2 ઓવરમાં 177 રનનો સ્કોર

નોંધાવ્યો હતો જયારે બાંગ્લાદેશે નિયમિત અંતરે વિકેટો ગુમાવી હતી અને અંતે 42.1 ઓવરમાં સાત વિકેટે 170 રન કર્યા હતા. બાંગ્લાદેશી

ઇનિંગ્સના અંત ભાગમાં વરસાદ પડ્યો હતો. એ વખતે ટીમનો સ્કોર 41 ઓવરમાં સાત વિકેટે 163 હતો. વરસાદ બાદ બદલાયેલા ટારગેટમાં

બાંગ્લાદેશને પાંચ ઓવરમાં માત્ર સાત રન કરવાના આવ્યા હતા જે તેમણે આસાનીથી નોંધાવી

દીધા હતા.

Next Story