Connect Gujarat
દેશ

ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડમાં રમાયેલી પ્રથમ ટી-20માં ભારતીય ટીમનો વિજય, શ્રેયસ ઐયર બન્યા મેન ઓફ ધ મેચ

ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડમાં રમાયેલી પ્રથમ ટી-20માં ભારતીય ટીમનો વિજય, શ્રેયસ ઐયર બન્યા મેન ઓફ ધ મેચ
X

ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ ટોસ જીતીને પ્રથમ બોલિંગનો

નિર્ણય કર્યો હતો. ન્યૂઝીલેન્ડના કોલિન મુનરો અને કેપ્ટન કેન વિલિમસનની શાનદાર

અડધી સદીની મદદથી કિવિઝ ટીમે એડન પાર્કમાં રમાયેલી પ્રથમ ટી20માં નિર્ધારિત ઓવરમાં પાંચ વિકેટ

ગુમાવીને 203 રનનો

લક્ષ્યાંક આપ્યો હતો.

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ઓકલેન્ડમાં રમાયેલી પ્રથમ ટી20 ઈન્ટરનેશનલમાં ભારતે કિવીઝના 204 રનના ટાર્ગેટને 19 ઓવરમાં જ પ્રાપ્ત કરીને શાનદાર

વિજય મેળવી લીધો હતો. ઓપનર કે

એલ રાહુલની ઝડપી અડધી સદીની મદદથી ભારતને મજબૂત સ્ટાર્ટ મળ્યું હતું. રોહિત શર્મા

સાત રન બનાવીને ભારતને આઉટ થઈ જતા ભારતીય ટીમને પ્રથમ ઝટકો લાગ્યો હતો કેપ્ટન

વિરાટ કોહલીની 32 બોલમાં 45 રનની ઉપયોગી ઈનિંગ્સ અને શ્રેયસ

ઐયરના 58 રનની મદદથી

ભારતે આ મેચ જીતી લીધી હતી. આ સાથે જ ભારતે સીરિઝમાં 1-0ની લીડ મેળવી લીધી છે. શ્રેયસ

ઐયરે સાઉધીની ઓવરના અંતિમ બોલ પર છગ્ગો ફટકારીને ભારતીય ટીમને જીત અપાવી હતી. શ્રેયસ

ઐયરને આ મેચમાં મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.

Next Story