Connect Gujarat
Featured

દિલ્હીમાં દેશની પ્રથમ પ્લાઝમાં બેંક બનશે, મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે કરી જાહેરાત

દિલ્હીમાં દેશની પ્રથમ પ્લાઝમાં બેંક બનશે, મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે કરી જાહેરાત
X

દિલ્હીમાં કોરોના વાઇરસનો કહેર યથાવત છે, ત્યારે દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે કહ્યું કે, અમે કોરોના વાઇરસ સંક્રમિતોનો ઇલાજ પ્લાઝ્મા થેરેપીથી કરીશું. જેના માટે ઇન્સ્ટિટ્યૂટ ઓફ લીવર એન્ડ બાઇલિયરી સાયન્સેઝ હોસ્પિટલમાં એક પ્લાઝ્મા બેન્ક તૈયાર કરવામાં આવી રહી છે.

કેજરીવાલે જણાવ્યું કે , આ બેન્ક માટે ડોક્ટરની સલાહ લીધી છે. જેથી બે દિવસ બાદ કોરોના દર્દીઓને પ્લાઝમા મળવાનું શરૂ થઇ જશે. દિલ્હી સરકારે પ્લાઝ્મા થેરેપીથી દર્દીઓના ઇલાજનું ટ્રાયલ કર્યું હતું. જેમાં થોડી સફળતા મળી છે. આમ, કેજરીવાલે લોકોને બેંકમાં વધુ પ્રમાણમાં પ્લાઝમા ડોનેટ કરવાની અપીલ કરી છે.

દિલ્હીમાં સોમવારે સવાર સુધી કોરોના સંક્રમિતોની સંખ્યા 83 હજારથી વધુ થઇ ગઇ છે. જેમાંથી 52607 લોકો સ્વસ્થ થઇ ચૂક્યા છે, જ્યારે 2623 લોકોના મોત થયા છે.

Next Story