Connect Gujarat

દિલ્હીની ચૂંટણીમાં ભારત માતાનો વિજય થશે અને ઇસ્લામિક સ્ટેટનો પરાજય થશે - ગિરિરાજસિંહ

દિલ્હીની ચૂંટણીમાં ભારત માતાનો વિજય થશે અને ઇસ્લામિક સ્ટેટનો પરાજય થશે - ગિરિરાજસિંહ
X

દિલ્હી વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થઈ ચૂકી છે. પરંતુ નેતાઓની બયાનબાજી પૂરી નથી થઈ રહી. ભાજપના સાંસદ અને મંત્રી ગિરિરાજ સિંહે પટના પહોંચતા જ અરવિંદ કેજરીવાલને નિશાના પર લીધા હતા. તેમણે કહ્યું હતું કે દિલ્હીમાં ભારત માતાનો વિજય થશે, શારઝિલ ઇમામ અને ઇસ્લામિક રાજ્યનો પરાજય થશે.

દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં મતદાન સમાપ્ત થયા બાદ

કેન્દ્રીય પ્રધાન ગિરિરાજ સિંહ પટના પહોંચ્યા હતા. અહીં પહોંચ્યા પછી, તેમણે દિલ્હીની

ચૂંટણીમાં જીત અને પરાજયને હિન્દુ-મુસ્લિમ સાથે જોડ્યો હતો. તેમના નિશાન પર આમ આદમી પાર્ટીના નેતા કેજરીવાલ હતા. મીડિયા સાથે વાત

કરતા ગિરિરાજસિંહે કહ્યું કે દિલ્હીની ચૂંટણીમાં ભારત માતાનો વિજય થશે અને

ઇસ્લામિક સ્ટેટની હાર થશે.

ગિરિરાજસિંહે

કેજરીવાલ પર નિશાન સાધતા કહ્યું કે, કેજરીવાલે

હનુમાનજીને રાક્ષસ કહી ચૂક્યા છે. કેજરીવાલ

શરજિલ ઇમામની સાથે ઉભા રહે છે.

જ્યારે શાહીન બાગમાં જ્યારે વધારે બગડતું વાતાવરણ જોવા મળ્યું ત્યારે હનુમાન ચાલીસા પઢી

અને હનુમાનજીના ચરણોમાં ગયા.

કેજરીવાલની ઝાટકણી કાઢતા ગિરીરાજસિંહે કહ્યું કે, "કેજરીવાલનો કયો ચહેરો છે, શરજીલ ઇમામનો કે પછી હનુમાનજી દુખભંજનનો" તેમણે કહ્યું કે કેજરીવાલ બિહારી અને બીજા લોકો

વચ્ચે દિલ્હીમાં વિવાદ ઇચ્છે છે. તેમણે એમ પણ કહ્યું હતું કે દિલ્હીમાં ભારત

માતાનો વિજય થશે, શરઝિલ ઇમામ અને ઇસ્લામિક સ્ટેટનો પરાજય થશે.

Next Story
Share it