Connect Gujarat
સમાચાર

INDvsWI: વરસાદના કારણે રદ થઇ બીજી ટી-20, ભારતે ગુમાવી શ્રેણી

INDvsWI: વરસાદના કારણે રદ થઇ બીજી ટી-20, ભારતે ગુમાવી શ્રેણી
X

ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે બે ટી-ટ્વેન્ટી મેચોની સિરીઝમાં બીજી 20- ટ્વેન્ટી મેચ વરસાદના કારણે રદ થઇ હતી. તે સાથે જ વેસ્ટ ઇન્ડિઝે 1-0થી સીરિઝ જીતી લીધી હતી.

ભારતે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જોકે, વેસ્ટ ઇન્ડિઝની ટીમ 19.4 ઓવરમાં 143 રન બનાવીને ઓલઆઉટ થઇ ગઇ હતી. તેથી ભારતને જીતવા માટે 20 ઓવરમાં 144 રનનો પડકાર મળ્યો હતો. જેનો પીછો કરતા ભારતની ટીમે એક પણ વિકેટ ગુમાવ્યા વિના 2 ઓવરમાં 15 રન કર્યા હતા પરંતુ ત્યારબાદ વરસાદ શરૂ થઇ જતા મેચ રદ કરવાની ફરજ પડી હતી.

ભારત તરફથી ઓછામાં ઓછી 5 ઓવર રમાઇ હોત તો પણ ડકવર્થ લુઇસના નિયમ મુજબ હાર-જીતનો નિર્ણય લેવાયો હોત. પરંતુ આ મેચમાં ભારતને માત્ર 2 જ ઓવર રમવા મળી હોવાથી ભારતે સીરિઝ ગુમાવવાનો વારો આવ્યો હતો.

વેસ્ટ ઇન્ડીઝ તરફથી જોનસન ચાર્લ્સે સૌથી વધુ 43 રન કર્યા હતા. ભારત તરફથી અમિત મિશ્રાએ સૌથી વધુ 3 વિકેટ જ્યારે મોહમ્મદ શમી આર.અશ્વિન અને જસપ્રિત બુમરાહે 2-2 વિકેટ લીધી હતી.

Next Story