Connect Gujarat
Featured

“મૂડીરોકાણ” : રિલાયન્સ રિટેલે અગ્રણી ડિજિટલ ફાર્મા કંપની 'નેટમેડ્સ'નો બહુમતી હિસ્સો હાંસલ કર્યો

“મૂડીરોકાણ” : રિલાયન્સ રિટેલે અગ્રણી ડિજિટલ ફાર્મા કંપની નેટમેડ્સનો બહુમતી હિસ્સો હાંસલ કર્યો
X

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે (RIL) આજે જાહેરાત કરી છે કે, તેની પેટાકંપની રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડે (RRVL) વિટાલિક હેલ્થ પ્રાઇવેટ લિમિટેડ ("Vitalic")નો અને તેની પેટાકંપની (નેટમેડ્સ તરીકે પ્રચલિત)માં બહુમતી ઇક્વિટી હિસ્સો હાંસલ કર્યો છે, જેનું રોકડ મૂલ્ય સરેરાશ 620 કરોડ થવા જાય છે. આ મૂડીરોકાણથી વિટાલિકમાં 60 ટકા ઇક્વિટી હિસ્સો હાંસલ કરવામાં આવ્યો છે જ્યારે તેની પેટાકંપનીઓ ટ્રેસરા હેલ્થ પ્રાઇવેટ લિમિટેડ, નેટમેડ્સ માર્કેટ પ્લેસ લિમિટેડ અને દધા ફાર્મા ડિસ્ટ્રિબ્યૂશન પ્રાઇવેટ લિમિટેડની 100 ટકા ઇક્વિટી માલિકી મેળવવામાં આવી છે.વર્ષ 2015માં સ્થપાયેલી વિટાલિક અને તેની પેટાકંપનીઓ ફાર્મા ડિસ્ટ્રિબ્યૂશન, સેલ્સ અને બિઝનેસ સપોર્ટ સર્વિસિઝમાં કાર્યરત છે. તેની પેટાકંપની ઓનલાઇન ફાર્મસી પ્લેટફોર્મ - નેટમેડ્સ - ગ્રાહકો તથા ફાર્માસિસ્ટ વચ્ચે સેતૂ બની કામ કરે છે અને તેના દ્વારા કંપની દવાઓ, ન્યુટ્રિશનલ હેલ્થ અને વેલનેસ ઉત્પાદનોની ગ્રાહકોના ઘર સુધી ડિલિવરી કરવામાં કાર્યરત છે.

આ વ્યુહાત્મક મૂડીરોકાણ અંગે RRVLના ડિરેક્ટર ઇશા અંબાણીએ જણાવ્યું હતું કે, "ભારતમાં દરેકને ડિજિટલ એક્સેસ પૂરો પાડવાની અમારી પ્રતિબદ્ધતા સાથે આ મૂડીરોકાણ એકદમ સુસંગત છે. નેટમેડ્સનો ઉમેરો થવાથી સારી ગુણવત્તાની અને પોસાય તેવા સ્વાસ્થ્ય સંભાળ ઉત્પાદનો અને સેવાઓ પૂરા પાડવાની રિલાયન્સ રિટેલની ક્ષમતાઓમાં વધારો થશે. એ સાથે ગ્રાહકોની રોજિંદી જરૂરિયાતોને ડિજિટલ કોમર્સના ક્ષેત્રમાં પરિપૂર્ણ કરવાનો દાયરો વિસ્તરશે. ઘણા ઓછા સમયમાં સમગ્ર દેશમાં ડિજિટલ ફ્રેન્ચાઇઝનું માળખું તૈયાર કરવાની નેટમેડ્સની કામગીરીથી અમે પ્રભાવિત છીએ અને અમારા મૂડીરોકાણ તથા ભાગીદારીથી તેને વધુ બળવત્તર બનશે તેવો અમને આત્મવિશ્વાસ છે." નેટમેડ્સના CEO અને સ્થાપક પ્રદીપ દધાએ જણાવ્યું હતું કે, "રિલાયન્સ પરિવારમાં જોડાવવું એ "નેટમેડ્સ" માટે ગર્વની ક્ષણ છે અને દરેક ભારતીયને સ્વાસ્થ્ય સંભાળ ગુણવત્તાસભર અને પોસાય તેમ મળે તે માટે કામ કરીશું. ગ્રૂપની ડિજિટલ, રિટેલ અને ટેક્નોલોજી પ્લેટફોર્મની ત્રિવેણી ક્ષમતાથી દરેકની જરૂરિયાતને પહોંચી વળવાની પરિસ્થિતિઓનું સર્જન કરીશું અને ગ્રાહકોને બહેતર તથા સુવિધાયુક્ત અનુભવ મળી રહે તે માટે કામ કરીશું."

Next Story