Connect Gujarat
દેશ

IPL 11: MI અને DD વચ્ચે જામશે સીધી ટક્કર, જાણો કોણ જીતશે!

IPL 11: MI અને DD વચ્ચે જામશે સીધી ટક્કર, જાણો કોણ જીતશે!
X

IPL સિઝન 11માં મુંબઈ ઈન્ડિઅન્સ અત્યારસુધીમાં બે મેચ રમી ચૂક્યું છે. પરંતુ એકપણ જીત મેળવી શક્યું નથી. બીજી તરફ આજની તેની હરિફ ટીમ પણ બે પૈકી એક પણ મેચ જીતી નથી. ત્યારે આજે દિલ્હી ડેર ડેવિલ્સ સાથે જામશે સીધી ટક્કર. મુંબઈ ખાતેના વાનખેડે સ્ટેડિયમ ખાતે આજે 4 કલાકે આ મેચ રમાવાની છે. બન્ને ટીમો પોઈન્ટ ટેબલમાં સૌથી પાછળ છે. જેમાં દિલ્હી ડેર ડેવિલ્સનો સ્કોર મુંબઈ ઈન્ડિઅન્સ કરતાં થોડો સારો નજરે પડ્યો છે.

આજે રમાનારી મેચમાં બન્ને ટીમો પોઈન્ટ ટેબલમાં સ્થાન જમાવી રાખવા પ્રયત્ન કરશે. બીજી તરફ કેટલાંક પહેલુઓને નજર અંદાજ કરતાં મુંબઈ ઈન્ડિઅન્સનું પલ્લું આજે થડું ભારે લાગે છે. હવે થોડા સમયમાં જ ટોસ ઉછાળવાની પ્રક્રિયા શરૂ થશે. ટોસ જીતનારી ટીમ મેચનો ટૂંકમાં ચિતાર આપી દેશે.

Next Story