આઈપીએલ 2019ની હાઈપ્રોફાઈલ ફાઈનલમાં આજે ચેન્નાઇ સુપર કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે મુકાબલો હતો. મેચમાં ધોનીના નેતૃત્વવાળી ચેન્નાઈ સુપરકિંગ્સને રોહિત શર્માની આગેવાની હેઠળની મુંબઈ ઈન્ડિયન્સે રોમાંચક મેચમાં 1 રનથી હાર આપીને ચોથી વખત ખિતાબ જીત્યો હતો.

મુંબઈ ઈન્ડિયન્સે ફાઇનલ મેચ જીતવા આપેલા 150 રનના લક્ષ્યાંક સામે ચેન્નાઈ 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 148 રન જ બનાવી શક્યું હતું. ચેન્નાઇ તરફથી ઓપનર શેન વોટસને 59 બોલમાં 80 રન બનાવ્યા હતા. ડુપ્લેસિસે 13 બોલમાં 26 રન ફટકાર્યા હતા. મુંબઈ તરફથી જસપ્રીત બુમરાહે 4 ઓવરમાં રન આપીને 2 વિકેટ ઝડપી હતી.

મેચમાં મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. મુંબઈએ 20 ઓવરમાં 8 વિકેટના નુકસાન પર 149 રન બનાવ્યા હતા. પોલાર્ડ 25 બોલમાં 41 રન બનાવી નોટ આઉટ રહ્યો હતો. મુંબઈના ઓપનરો રોહિત શર્મા (15 રન) અને ક્વિન્ટન ડી કોકે (29 રન) 4.5 ઓવરમાં 45 રનની પાર્ટનરશિપ કરી હતી. મુંબઈ તરફથી દિપક ચહરે 3, ઇમરાન તાહિર અને શાર્દૂલ ઠાકુરે 2-2 વિકેટ ઝડપી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here