નિકાહ અને સત્કાર સમારંભમાં દેશ-વિદેશની ટીમના ક્રિકેટરો અને ફિલ્મી હસ્તીઓ ઉપસ્થિત રહેશે.

ભારતીય ક્રિકેટ ટીમના એક સમયના ઓલરાઉન્ડર વડોદરાનાં ક્રિકેટર બંધુઓ ઇરફાન અને યુસુફ પઠાણની નાની બહેન શગુફતાના આગામી તારીખ 27 ઓક્ટોબરે નિકાહ થવાના છે. લક્ષ્મીવિલાસ પેલેસ ખાતે યોજાનારા નિકાહ અને સત્કાર સમારંભમાં દેશ-વિદેશની ટીમના ક્રિકેટરો તેમજ ફિલ્મી હસ્તીઓને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. જેથી અનેક હસ્તિઓ ઉપસ્થિત રહે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.

પ્રાપ્ત વિગત અનુસાર ક્રિકેટર ઇરફાન પઠાણ અને યુસુફ પઠાણની નાની બહેને શગુફતા તા.27 ઓક્ટોબરના રોજ કેનેડાના બિઝનેસમેન યુવાન મોહતશીમ ખાન સાથે લક્ષ્મી વિલાસ પેલેસમાં નિકાહ પઢશે. સાંજે 5 કલાકે નિકાહ બાદ સત્કાર સમારંભનું આયોજન કરવામાં આવ્યું છે.

પઠાણ પરિવારના સુત્રોમાંથી મળેલી માહિતી માહિતી પ્રમાણે ક્રિકેટર પઠાણ પરિવારમાં શગુફતાનો છેલ્લો લગ્ન પ્રસંગ છે. સુશિક્ષીત શગુફતા અને એન.આર.આઇ. મોહત્સીન ખાનના નિકાહમાં દેશ-વિદેશના જાણીતા ક્રિકેટરો તેમજ જાણીતી ફિલ્મી હસ્તીઓને આમંત્રણ આપવામાં આવ્યું છે.

LEAVE A REPLY