Connect Gujarat
ગુજરાત

ઈરાને ભૂલ સ્વીકારી : યુક્રેનના પેસેન્જર વિમાન પર સેનાએ મિસાઈલ છોડી, પરંતુ પહેલાં કર્યો હતો ઈન્કાર

ઈરાને ભૂલ સ્વીકારી : યુક્રેનના પેસેન્જર વિમાન પર સેનાએ મિસાઈલ છોડી, પરંતુ પહેલાં કર્યો હતો ઈન્કાર
X

ઈરાને પોતાની ભૂલ સ્વીકારતા જાહેરાત

કરી છે કે, તેમની સેનાએ ભૂલથી યુક્રેનના

પેસેન્જર વિમાન પર મિસાઈલ છોડી છે. જેમાં સરકાર તરફથી આપવામાં આવેલા નિવેદનમાં તેને માનવિય ભૂલ

ગણાવવામાં આવી રહી છે. ઈરાને આ પહેલા ઘટનાના બે દિવસ સુધી વિમાન પર મિસાઈલ

છોડી હોવાની વાતનો સાફ ઈન્કાર

કર્યો હતો.

ખાનગી

સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, કેનેડાના

વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો અને બ્રિટિશ પીએમ બોરિસ જોનસને દાવો કર્યો હતો કે, ઈરાનની

મિસાઈલ અથડાવાના કારણે જ વિમાન દુર્ઘટના ગ્રસ્ત થયું છે. ઈરાને પહેલાં બન્ને નેતાઓના દાવા

અંગે પુરાવા આપવા જણાવ્યુ હતું. પરંતુ

ઈરાનની સરકારે પોતાની ભૂલ

સ્વીકારી લીધી હતી. યુક્રેનનું વિમાન બુધવારે સવારે દુર્ઘટના ગ્રસ્ત થયું હતું. ઘટનામાં વિમાન બોઈંગ 737-800 ઉડાન ભર્યાના 3 મિનિટમાં જ ઈમામ

ખોમેની એરપોર્ટથી થોડે દૂર અંતરેથી તેનો કાટમાળ મળી આવ્યો હતો. જેમાં 176 જેટલા મુસાફરોના મોત થયા

હતા. મૃતકોમાં 63 કેનેડાના, 82 ઈરાનીઓ, 11 યુક્રેનના, 10 સ્વિડિશ અને 3 જર્મનીના અને 3 બ્રિટનના 3 નાગરિકોના મોત થયા છે.

Next Story