Connect Gujarat
Featured

ઈરાક : બગદાદમાં થયા 2 આત્મઘાતી હુમલા, 20થી વધુ લોકોના મોત, 50થી વધુ લોકોને ઇજા

ઈરાક : બગદાદમાં થયા 2 આત્મઘાતી હુમલા, 20થી વધુ લોકોના મોત, 50થી વધુ લોકોને ઇજા
X

ગુરુવારના રોજ ઈરાકની રાજધાની બગદાદમાં અલગ સ્થળોએ 2 આત્મઘાતી હુમલા થયા હતા. જેમાં 20 થી વધુ લોકોના મોત થયા હોવાનું જાણવા મળી રહ્યું છે, જ્યારે 50 થી વધુ લોકોને ઇજા પહોચી હતી.

મળતી માહિતી અનુસાર, બગદાદના બાબ-અલ-શરજી વિસ્તારમાં આવેલા એક માર્કેટમાં આત્મઘાતી હુમલાખોરોએ પોતાની જાતને ઉડાવી દીધી હતી, ત્યારે આસપાસ રહેલા લોકોમાં ભારે અફરાતફરી મચી હતી, ત્યારે ઘટનાના ઇજાગ્રસ્તોને સારવાર અર્થે નજીકની હોસ્પિલટમાં ખસેડાયા હતા. જોકે સમગ્ર ઘટનામાં ઇજાગ્રસ્ત લોકોને ગંભીર ઇજાના પગલે સ્થિતિ ખરાબ હોવાનું પણ ઈરાકના અધિકારીઓ પાસેથી જાણવા મળ્યું છે. સમગ્ર ઘટનામાં હુમલાખોરોએ પહેલા પોતે બીમાર હોવાનું બહાનું કાઢ્યું હતું. જે બહાનું બતાવીને આસપાસ હજાર લોકોને પોતાની નજીક બોલાવી ધમાકો કર્યો હતો. જોકે આ અગાઉ બગદાદમાં જ ગત વર્ષ 2017ના જાન્યુઆરી માસમાં પણ આત્મઘાતી હુમલો થયો હતો.

Next Story