Connect Gujarat
દુનિયા

ઈરાક: સુલેમાનીના મોત બાદ વધુ એક હુમલો, બગદાદમાં અમેરિકી દૂતાવાસ નજીક છોડાયા રોકેટ

ઈરાક: સુલેમાનીના મોત બાદ વધુ એક હુમલો, બગદાદમાં અમેરિકી દૂતાવાસ નજીક છોડાયા રોકેટ
X

ઇરાકી રાજધાનીના હાઇ સિક્યુરિટી ગ્રીન ઝોનમાં અમેરિકી દૂતાવાસ નજીક ત્રણ રોકેટ ફાયર કરાયા છે. સુરક્ષા સૂત્રોના જણાવ્યા અનુસાર, હુમલો બગદાદમાં યુએસ

એમ્બેસી નજીક ત્રણ રોકેટથી હુમલાને અંજામ આપવામાં આવ્યો છે.

હાલમાં જાનહાનિની

કોઈ માહિતી નથી. રોકેટ છોડવામાં આવ્યા બાદ તરત જ સમગ્ર વિસ્તારમાં રોકેટ હુમલાનો અલાર્મ વાગવા લાગ્યો હતો. સૂત્રોએ જણાવ્યું છે કે, મંગળવારે બગદાદના

ગ્રીન ઝોનમાં કટયુષા રોકેટ છોડવામાં આવ્યા હતા. રોકેટ બગદાદની બહાર ઝફરનીઆહ

જિલ્લામાંથી લોંચ કરવામાં

આવ્યા હતા.

નવા વર્ષમાં ગ્રીન

ઝોનમાં હુમલાના અનેક બનાવો બહાર આવ્યા છે. ઇરાની

જનરલ કાસિમ સુલેમાનીના મૃત્યુ બાદથી જ ઈરાન સતત અમેરિકાથી

બદલો લેવાની ફિરાકમાં માંગે છે.

આ અગાઉ પણ 4 જાન્યુઆરીએ યુએસ

એમ્બેસી પર હુમલો થયો હતો. ત્યારબાદ 6 જાન્યુઆરીએ અમેરિકન મથકો પર રોકેટ છોડવામાં આવ્યા હતા.

8 જાન્યુઆરીએ, અલ-અસદ અને ઇરબિલના

બે સૈન્ય મથકો પર 12થી વધુ બેલિસ્ટિક મિસાઇલો છોડવામાં આવી હતી. આ પછી, 13 જાન્યુઆરીએ એરબેઝ

પર હુમલો કરવામાં આવ્યો હતો. 15 જાન્યુઆરીએ, ઇરાકી એરબેઝ પર એક

વખત રોકેટ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. જણાવી દઈએ કે

અમેરિકાએ ગ્રીન-ઝોન પર તાજેતરનાં સમયમાં આવા હુમલાઓ માટે ઈરાન સમર્થિત અર્ધસૈનિક જૂથોને

દોષી ઠેરવ્યા છે.

Next Story