Connect Gujarat
દેશ

ISIને ગુપ્ત માહિતી આપનારી ભારતીય હાઇકમિશનમાં સેકન્ડ સેક્રેટરી માધુરી ગુપ્તાને 3 વર્ષની જેલ

ISIને ગુપ્ત માહિતી આપનારી ભારતીય હાઇકમિશનમાં સેકન્ડ સેક્રેટરી માધુરી ગુપ્તાને 3 વર્ષની જેલ
X

દિલ્હીની એડિશનલ સેશન્સ કોર્ટે પાક.ની જાસૂસી સંસ્થા આઇએસઆઇને ગુપ્ત માહિતી આપવાની દોષિત માજી રાજદ્વારી માધુરી ગુપ્તાને ત્રણ વર્ષની જેલની સજા ફટકારી છે.

ઇસ્લામાબાદમાં ભારતીય હાઇકમિશનમાં સેકન્ડ સેક્રેટરીના કાર્યકાળ દરમિયાન માધુરીએ માહિતી લીક કરી હતી. જોકે એડિશનલ સેશન્સ જજ સિદ્ધાર્થ શર્માએ શનિવારે માધુરીને સજા સંભળાવ્યા બાદ આદેશ સામે અપીલ કરવા માટે જામીન આપી દીધા.

અગાઉ શુક્રવારે માધુરીને દોષિત ઠેરવતા કોર્ટે કહ્યું હતું કે તેમણે ઇ-મેલથી સંવેદનશીલ માહિતી લીક કરી હતી. જે દુશ્મન માટે ઉપયોગી થઇ શકે છે. આવી માહિતી ગુપ્ત રાખવી જરૂરી છે. માધુરી તેના કાર્યકાળમાં ISIના બે એજન્ટ મુબશર રાણા અને જમશેદના સંપર્કમાં હતી. જમશેદ સાથે તેનું અફેર હતું અને તેની સાથે લગ્ન કરવાની હતી. વધુમાં તેના ઇસ્લાબાદ ખાતેના નિવાસેથી કમ્પ્યુટર અને બ્લેકબેરી ફોન દ્વારા બંનેના સંપર્કમાં રહેતી હતી.

Next Story