Connect Gujarat
દુનિયા

કોરોના લોકડાઉન વચ્ચે ઇઝરાયેલે મનાવ્યો સ્વતંત્રતા દિવસ

કોરોના લોકડાઉન વચ્ચે ઇઝરાયેલે મનાવ્યો સ્વતંત્રતા દિવસ
X

ઇઝરાયેલના રહેવાસીઓએ કોરોના વાઈરસના ચેપના

ફેલાવાને રોકવા માટે લાગુ કરાયેલા લોકડાઉન દરમિયાન પોતાના ઘરે રહી સ્વતંત્રતા

દિવસની ઉજવણી કરી હતી.

1948માં આ દિવસે બ્રિટીશ શાસનના અંત પછી

ઇઝરાયેલના અસ્તિત્વની યાદમાં 29 એપ્રિલના રોજ સ્વતંત્રતા

દિવસની ઉજવણી કરવામાં આવે છે. સામાન્ય રીતે આ દિવસ રજા હોય છે, ઉજવણી થાય છે. લોકો દરિયાકાંઠે જાય છે અને

ફટાકડાની આતાશ બાજી જુએ છે. આ વર્ષે સરકારે દેશ બંધ કરી દીધો હોવાથી કોરોના

વાઈરસના રોગચાળાને કારણે લોકોને એકઠા ન થવાનો આદેશ આપ્યો છે. જેથી લોકો પોતાના

ઘરોની અંદર જ રહ્યાં હતાં.

સરકારના હુકમ મુજબ, જો દવાઓ અથવા આવશ્યક ચીજો લેવી હોય તો માત્ર 100 મીટરની ત્રિજ્યામાંથી બહાર નીકળી. દેશમાં જાહેર પરિવહન બંધ છે, ઇઝરાયેલી વાયુસેનાએ સ્વાતંત્ર્ય દિન નિમિત્તે સ્વાસ્થ્ય કર્મચારીઓને વિમાન પરાક્રમોનો પોતાનો વાર્ષિક કાર્યક્રમ સમર્પિત કર્યો હતો.તમને જણાવી દઈએ કે, ઈઝરાયેલ દેશમાં કોરોના વાઈરસના 15,700 કેસ નોંધાયા છે અને ઓછામાં ઓછા 210 લોકોનાં મોત નીપજ્યાં છે.

Next Story