Connect Gujarat
Featured

કોરોના વાઇરસ : ઇસરો તથા ડીઓએસના કર્મચારીઓએ પોતાનો એક દિવસનો પગાર પીએમ કેર્સમાં આપ્યો

કોરોના વાઇરસ : ઇસરો તથા ડીઓએસના કર્મચારીઓએ પોતાનો એક દિવસનો પગાર પીએમ કેર્સમાં આપ્યો
X

અંદાજે 5 કરોડ રૂપિયાનું અનુદાન આપવામાં આવશે

દેશમાં કોરોના વાઇરસ સામેની લડતમાં દેશવાસીઓ ઉદાર મનથી દાન આપી રહ્યા છે ત્યારે ઇસરો તથા ડીઓએસના કર્મચારીઓએ પોતાનો એક દિવસનો પગાર પીએમ કેર્સમાં આપ્યો છે.

https://twitter.com/isro/status/1245721614869622785

ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગનાઈઝેશન અને તેના અંતરિક્ષ વિભાગ (ઇસરો)ના કર્મચારીઓએ હાલની આ કટોકટીની પરિસ્થિતિમાં વડાપ્રધાનના નાગરિક સહાયતા અને રાહત માટે એક દિવસનો પગાર 5 કરોડ થી પણ વધારે રૂપિયાની મદદ કરવાનું વચન આપ્યું છે.

કોરોના વાઈરસ નામના વૈશ્વિક સંકટ સામે લડવામાં સમગ્ર રાષ્ટ્ર સાથે એકજૂથ રહેવાની જરૂર હોવાની પ્રતિબદ્ધતા વિશે ટીમ ઇસરોએ જણાવ્યું હતું. સાથે જ એક અખબારી યાદીમાં કહ્યું હતું કે, તેમના વૈજ્ઞાનિકો સુરક્ષિત તબીબી ઉપકરણોની સુરક્ષા અને સારવાર માટે શ્રેષ્ઠ પદ્ધતિઓ પર સંશોધન કરી રહ્યા છે.

Next Story