વિશ્વનો સૌથી ઝડપી દોડવીર જમૈકાનો ઉસૈન બોલ્ટ કોરોનાથી ચેપગ્રસ્ત

0

હાલ સમગ્ર દુનિયામાં કોરોનાનો કહેર વધી રહ્યો છે. તેવામાં વિશ્વનો સૌથી ઝડપી દોડવીર જમૈકાનો ઉસૈન બોલ્ટે 21મી ઓગસ્ટના રોજ તેના 34 માં જન્મ દિવસની બર્થડે પાર્ટી ઉજવી હતી. તકેદારીના રાખતા કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

બોલ્ટના જન્મદિવસની પાર્ટી ઈંગ્લેન્ડના સ્ટાર રહીમ સ્ટારલિનમાં થઈ હતી પાર્ટી દરમિયાન સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન કરવામાં આવ્યું નહોતું અને માસ્ક વિના જ બર્થડે પાર્ટી સેલિબ્રેટ કરી હતી. જોકે, તેણે કહ્યું કે, તેનામાં કોવિડ-19ના લક્ષણો નથી. તેની બર્થડે પાર્ટી બાદ શનિવારે તેનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. જે બાદ તે આઈશોલેશનમાં છે.

જમૈકાનો ઉસૈન બોલ્ટે 100 મીટર અને 200 મીટર રેસમાં વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. બોલ્ટે 11 વખત રેસમાં વર્લ્ડ ચેમ્પિયન હોવાનો રેકોર્ડ બનાવ્યો છે. તેણે રેસમાં જ 8 ઓલમ્પિક મેડલ જીત્યા છે. બોલ્ટે 100 મીટરની રેસનો વર્લ્ડ રેકોર્ડ 9.58 સેકન્ડમાં બનાવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here