Connect Gujarat
ગુજરાત

જામનગર : આવાસ યોજનાના લાભાર્થીઓ સામે કાર્યવાહી, ૯ ફ્લેટ ભાડે અપાતા કરાયા જપ્ત

જામનગર : આવાસ યોજનાના લાભાર્થીઓ સામે કાર્યવાહી, ૯ ફ્લેટ ભાડે અપાતા કરાયા જપ્ત
X

જામનગર શહેર મહાનગર પાલિકા તેમજ વિસ્તાર વિકાસ એરિયા દ્વારા જામનગરમાં અનેક જગ્યાઓ પર લઘુતમ વેતન ધરાવતા તેમજ ગરીબી રેખા નીચે જીવતા લોકો માટે ઓછા દરે “ઘરનું ઘર” સ્વપ્ન સાકર થાય તે માટે મુખ્યમંત્રી આવાસ યોજના અને પ્રધાનમંત્રીએ આવાસ યોજના હેઠળ મોટી સંખ્યામાં મકાનો બનાવવામાં આવ્યા છે. સરકારની યોજના વિરુધ્ધ ગેરકાયદેસર રીતે આ મકાનો બીજાને ભાડે આપી દેનાર લાભાર્થીઓ વિરુધ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી હતી.

જામનગર શહેર મહાનગર પાલિકાના અધિકારીઓએ સત્યમ રોડ પર આવેલ સરદાર પટેલ મુખ્યમંત્રી ગૃહ યોજના એલ.આઇ.જી.-2 હેઠળ બનાવવામાં આવેલ આવાસમાં દરોડાપાડી ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ૯ ફ્લેટ ધારકાઓ દ્વારા સરકારી નિયમ વિરુધ્ધ તેમનો પોતાનો ફ્લેટ અન્ય લોકોને ભાડે આપી દેવામાં આવ્યો હતો, તેમજ ફ્લેટનો કબ્જો સંભાળ્યા બાદ પણ ફ્લેટમાં રહેવા ન જતાં આ તમામ લાભાર્થીઓના ફ્લેટ મહાનગરપાલિકાએ કબ્જે લીધા છે.

આવાસની ફાળવણીના નિયમ મુજબ જે લાભાર્થીઓને મકાનની ફાળવણી કરવામાં આવી હોય તેમણે આ મકાન અન્ય કોઈને નિયત સમય સુધી વહેચી શકાતું નથી, તેમજ ભાડે આપી શકતું નથી. છતાં પણ લોભ લાલચના મોહમાં શ્રીમંત લોકો દ્વારા આ પ્રકારના જરૂરિયાતમંદ લોકો માટે બનાવાયેલા મકાન અન્ય લોકોને ભાડે આપી આવક ઊભી કરવાનો કારસો કરવામાં આવે છે. હાલ તેની સામે તંત્રએ લાલ આંખ કરી છે.

Next Story