Connect Gujarat
ગુજરાત

જામનગરઃ સ્ત્રી સશક્તિકરણની થીમ સાથે અહીં ઉજવાય છે નવરાત્રિ

જામનગરઃ સ્ત્રી સશક્તિકરણની થીમ સાથે અહીં ઉજવાય છે નવરાત્રિ
X

સુમેર કલબે સમગ્ર નવરાત્રિ મેદાનને આ થીમ સાથે વિવિધરૂપે સાંકળી લીધું છે

યા દેવી સર્વ ભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા, નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો નમ: નવરાત્રિ એટલે શકિતની આરાધના, માતાજીની ભકિતનું પર્વ. ખરા અર્થમાં નવરાત્રિના મુખ્ય ઉદ્દેશ્યને સાર્થક કરવાનો પ્રયાસ જામનગરમાં સુમેર સ્પોર્ટસ કલબ દ્વારા કરવામાં આવ્યો છે.‘શકિત એક ઉર્જાનો સ્ત્રોત’ થીમ પર રાજાશાહી સમયની સુમેર સ્પોર્ટ કલબ દ્વારા છેલ્લા 40 વર્ષથી નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. કલબ દ્વારા પ્રતિવર્ષ નવરાત્રિ ઉત્સવને કોઇને કોઇ થીમ સાથે સાંકળી સમાજને સંદેશો આપવાનું કામ કરવામાં આવે છે. સરકાર દ્વારા બેટી બચાવો અને સ્ત્રી સશકિતકરણ માટે અનેકવિધ કાર્યો કરવામાં આવે છે ત્યારે આ કાર્યમાં જામનગરની સુમેર કલબ પણ સહભાગી બની છે.

[gallery size="full" td_select_gallery_slide="slide" ids="68927,68928,68929,68930"]

સુમેર કલબે તેમની નવરાત્રિની થીમ સ્ત્રી સશકિતકરણ ઉપર રાખી સમગ્ર નવરાત્રિ મેદાનને આ થીમ સાથે વિવિધરૂપે સાંકળી લીધું છે. કલ્પના ચાવલા, ઝાંસીની રાણી લક્ષ્મીબાઇ, સુનીતા વિલયમ્સ, સાઇના નેહવાલ, સાનીયા મીર્ઝા તેમજ કાજલ ઓઝા વૈદ્ય, પ્રતિભા પાટીલ, ઇન્દીરા ગાંધી વિગેરે પ્રસિઘ્ધ સ્ત્રી પ્રતિભાવોના ચિત્રો તેમજ પ્રેરણા પુરા પાડતા સુત્રો નવરાત્રિ દરમિયાન નવે-નવ દિવસ મેદાન ઉપર લગાવવામાં આવ્યા છે. સાથો સાથ મુખ્ય મંચ પર સુમેર કલબના જ બિન વ્યવસાયીક ચિત્રકારો દ્વારા 150 ફુટનું માતાજીનું કલરફુલ ચિત્ર તૈયાર કરી લગાવવામાં આવ્યું છે.

આયોજક અને કલબના પ્રમુખ રાજુભાઇ શેઠ અને કન્વીનર કિશોરભાઈ ગલાની એ જણાવ્યું હતું કે, સમાજ ઉપયોગી કાર્યો એ માત્ર સરકારની જ જવાબદારી નથી. પરંતુ સ્વૈચ્છીક સંસ્થાઓ અને આગેવાનોએ પણ આ કાર્યોમાં તેઓની ભાગીદારી નોંધાવી સરકાર સાથે સારા કાર્યોમાં ખભે ખભા મીલાવી કાર્યોને આગળ વધારવા જોઇએ. જે કામ સુમેર સ્પોર્ટસ કલબ સુપેરે નિભાવી રહ્યું છે. સ્ત્રી સશકિત કરણના સુમેર કલબના આ નિર્ણયને અહિં ગરબે રમવા આવતી બહેનો તેમજ મોટી સંખ્યામાં સુમેર કબલમાં ગરબા નિહાળવા આવતા શહેરીજનો હોંશભેર વધાવી રહ્યા છે.

Next Story