Connect Gujarat
ગુજરાત

જામનગર: વ્યાજખોરોના ત્રાસથી વેપારીનો આત્મહત્યાનો પ્રયાસ! પરિવારની ચિંતામાં ભર્યું પગલું

જામનગર: વ્યાજખોરોના ત્રાસથી વેપારીનો આત્મહત્યાનો પ્રયાસ! પરિવારની ચિંતામાં ભર્યું પગલું
X

જામનગરમાં

શાક માર્કેટ વિસ્તારમાં ફ્રૂટનો વેપાર કરતાં એક વેપારીએ આજે સવારે વ્યાજખોરોના

ત્રાસથી કંટાળી ઝેરી દવા પી લીધી હતી. વેપારીને સારવાર માટે જામનગરની ગુરુ

ગોવિંદસિંઘ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. આપઘાત પહેલા વેપારીઓ સ્યૂસાઇડ નોટ પણ લખી હતી. જેમાં તેણે સાત વ્યાજખોરોના નામોનો પણ ઉલ્લેખ કર્યો

છે. પોલીસ દ્વારા સ્યૂસાઇડ

નોટ કબજે કરવામાં આવી છે અને વ્યાજખોરોની મોબાઈલ નંબરના આધારે તપાસી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વેપારી હાલ બેશુધ્ધ હાલતમાં છે.

જામનગરની પત્રકાર કોલોની નજીક રહેતા અને શાકમાર્કેટ વિસ્તારમાં ફૂટનો વેપાર કરતાં રાજેશ શ્યામલાલ નાગપાલ નામના 37 વર્ષના ફ્રૂટના વેપારીએ આજે સવારે વ્યાજખોરોના ત્રાસથી ઝેરી દવા ગટગટાવી લીધી હતી. વેપારીને ગુરૂગોવિંદસિંઘ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જે હાલ બેશુધ્ધ અવસ્થામાં સારવાર હેઠળ છે. વેપારીના ખિસ્સા માંથી એક સ્યૂસાઇડ નોટ પણ મળી આવી હતી. જેમાં પોતે વ્યાજખોરોના ત્રાસના કારણે આત્મહત્યાનું પગલું ભરી રહ્યો હોવાનું જણાવ્યુ છે.

સાથે જિલ્લા પોલીસ અધિકારીને વિનંતી કરી રહ્યો છે કે, વ્યાજખોરો તેના પરિવારને હેરાન ના કરે. વ્યાજખોરો એ તેની પાસેથી કોરા ચેક પણ લઈ લીધાનું સ્યૂસાઇડ નોટમાં જણાવાયું છે. વેપારીએ સ્યૂસાઇડ નોટમાં સાત વ્યાજખોરોના નામનો ઉલ્લેખ મોબાઈલ નંબર સાથે કરેલ છે. જેમાં લોકુભાઈ, મહેશભાઇ, મનોજભાઇ, મહેશભાઇ લુહાર, મુકેશભાઇ જે ડી, સુંદર બજાજ અને જગદીશનો સમાવેશ થાય છે જે પૈકી લોકુભાઈ અને મહેશભાઇ લુહારએ કોરા ચેકો લીધા હોવાનું જણાવ્યુ છે. આ તમામ શખ્સો વિરુદ્ધ પોલીસે તપાસ શરૂ કરી છે.

Next Story