Connect Gujarat
ગુજરાત

જામનગર : ચોરી ઉપર સે સીના જોરી, વિદ્યાર્થીએ આચાર્ય પર કર્યો હુમલો, સીસીટીવી આવ્યા સામે

જામનગર : ચોરી ઉપર સે સીના જોરી, વિદ્યાર્થીએ આચાર્ય પર કર્યો હુમલો, સીસીટીવી આવ્યા સામે
X

જામનગરની

વી.એમ.મહેતા પંચવટી કોલેજના પ્રિન્સિપાલ અને આર એસ એસના નગર સંચાલક ઉપર વિધ્યાર્થી

દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. જ્ઞાનેન્દ્ર સિંહ નામ પ્રોફેસર પર જાડેજા ધર્મરાજ

નામના વિધાર્થીએ હુમલો કરતા ચકચાર મચી ગઇ છે.


જામનગરની પંચવટી કોલેજમાં ફસ્ટ ઇયર બી.એ.ની સેમેસ્ટર-1ની પરીક્ષા યોજાઇ રહી છે. પરીક્ષા દરમિયાન ધર્મરાજસિંહ જાડેજા મોબાઈલ સાથે

કોપી કેસ કરતાં પકડાયો હતો. જેથી તેને સુપરવાઇઝર કોલેજના કંટ્રોલ રૂમમાં લઇ ગયા

હતા. વિધાર્થી ઉપર નિયમાનુસાર કાર્યાવહી શરૂ કરવામાં આવતા વિદ્યાર્થીએ આવેશમાં આવી

કોલેજના પ્રિન્સિપાલ ઉપર હૂમલો કર્યો હતો. પંચવટી કોલેજના પ્રિન્સિપાલ

જ્ઞાનેન્દ્રસિંગ વિદ્યાર્થી પાસે માફીપત્ર લખાવતા

હતા તે વખતે જ વિદ્યાર્થીએ ઉશ્કેરાઈને દોરી કાપવાની કાતર વડે હુમલો કર્યો હતો.

વિદ્યાર્થી ધર્મરાજસિંહ જાડેજા ડિકેવી કોલેજમાં અભ્યાસ કરે છે. ગુરુવારે ડીવાયબીએની

પરીક્ષા ચાલી રહી હતી તે દરમિયાન ધર્મરાજ કોપી કરતા ઝડપાયો હતો. જે બાદ કાર્યવાહી

દરમિયાન વિદ્યાર્થીએ આચાર્ય પર હુમલો કર્યો હતો. મહત્વનું છે કે, હુમલાના સીસીટીવી પણ સામે આવ્યા

છે. સીસીટીવીમાં દેખાઈ આવે છે કે, વિદ્યાર્થી કાતરથી

હુમલો કરે છે જેથી વિદ્યાર્થીને પ્રિન્સિપાલ પકડી લે છે. તેમ છતાં પણ વિદ્યાર્થી

પ્રિન્સિપાલની છાતીના અને પીઠના ભાગે કાતર વડે ઘા કરે છે. હુમલામાં આચાર્ય ગંભીર

રીતે ઘવાયા છે. ઘવાયેલા પ્રિન્સિપાલને તાત્કાલિક સારવાર માટે જામનગરની

જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અને તેમની સારવાર ચાલી રહી છે.

આ બનાવની જાણ થતા સિટી બી. ડિવિઝન પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી ગઇ હતી. પોલીસે

આરોપી છાત્ર ધર્મરાજસિંહને પણ સકંજામાં લીઘો છે. આ બનાવમાં પ્રિન્સીપાલ

ડો.જી.બી.સિંઘનુ નિવેદન નોંધી પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

Next Story