Connect Gujarat
ગુજરાત

જામનગરના રાજવીએ બાલાચડી સ્કૂલમાં મીની પોલેન્ડ જેવું વાતાવરણ ઉભું કર્યું હતું

જામનગરના રાજવીએ બાલાચડી સ્કૂલમાં મીની પોલેન્ડ જેવું વાતાવરણ ઉભું કર્યું હતું
X

જામનાગરના રાજા દિગ્વિજયસિંહ એ આ 1000 થી વધુ બાળકો ને આશ્રય આપી તેમને દત્તક લીધા હતા

બીજા વિશ્વ યુદ્ધ સમયે પોલેન્ડના 1000 નિરાશ્રિત બાળકોને જામનગરના જામનસહેબે આશ્રય આપ્યો હતો. અત્યારે પોલેન્ડ તેમની આઝાદીના 100 વર્ષ ઉજવી રહ્યું છે. ત્યારે જામનગરમાં ' જનરેશન ટુ જનરેશન ' કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

[gallery td_select_gallery_slide="slide" size="large" ids="67247,67248,67249,67250"]

જામનાગરના ધનવતરી મન્દિર ઓડિટોરિયમમાં યોજાયેલા પોલેન્ડ અને ભારત ના સબનધો ને વધુ મજબુત કરતા આ કાર્યક્રમ માં પોલેન્ડ ના એમ્બેસેડર એડમ બુકોવસકી અને રાજ્ય સરકાર ના પ્રતિનિધિ રૂપે કેબિનેટ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા સાંસદ પૂનમબેન માડમ, મેયર હસમુખભાઈ વિગેરે હાજર રહ્યા હતા. આ કાર્યક્રમ માં વર્ષો પૂર્વે આશરો લેનાર પોલેન્ડ ના બાળકો પેકિના પોલેન્ડ ના જૂજ લોકો પણ હાજર રહ્યા હતા.

જામનગરમાં પેઢી દર પેઢી નામક આ કાર્યક્રમ માં પોલેન્ડના લોકો સાથો સાથ જામનગર રાજવી પરીવાર ના સદસ્યો પણ જોડાયા હતા. પોલેન્ડના એમ્બેસેડરએ પોલેન્ડ સરકાર વતી વિશ્વયુદ્ધ સમયે જ્યારે મોટા ભાગના દેશો પોલેન્ડના નિરાશ્રિત બાળકોને સ્વીકારવા રાજી નોહતા. ત્યારે જામનાગરના રાજા દિગ્વિજયસિંહ એ આ 1000 થી વધુ બાળકો ને આશ્રય આપી તેમને દત્તક લીધા હતા. અને કોઈ જ પ્રકારના નિજી સ્વાર્થ વગર તેમને આશરો આપ્યો હતો.

Next Story