Connect Gujarat
ગુજરાત

જંબુસર: ઉચ્છદ પાસે અજાણયા વાહનની ટક્કરે બાઈક ચાલકનું ઘટના સ્થળે મોત

જંબુસર: ઉચ્છદ પાસે અજાણયા વાહનની ટક્કરે બાઈક ચાલકનું ઘટના સ્થળે મોત
X

જંબુસર વડોદરા હાઇવે ઉપર ઉચ્છદ ગામ પાસેના બસ સ્ટેન્ડ

પર કોઇ અજાણ્યા વાહને રોડ ઉપરથી પસાર થતા બાઇક ચાલકને ટક્કર મારતા ગંભીર ઇજાઓના

પગલે બાઇક ચાલકનું ઘટના સ્થળે જ કરૂણ મોત નિપજયું હતું.

બાઇકચાલક પાસેથી મળેલ ડ્રાઇવીંગ લાઇસન્સમાં આ બાઈક ચાલક વડોદરાના સમા વિસ્તારનો રહેવાસી લાલુ માળી હોવાનું બહાર આવ્યું છે. આ ઘટનામાં અજાણયો વાહન ચાલક ટક્કર મારી ફરાર થઇ ગયો હતો. અકસ્માત આ બનાવના પગલે લોકોના ટોળા ભેગા થઇ ગયા હતા.ઘટનાની જાણ પોલીસને કરાતા પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી મૃતકના વાલીવારસોને જાણ કરવા સહિત ટક્કર મારી ફરાર થયેલ વાહનચાલકની શોધ આરંભી હતી.

Next Story