Connect Gujarat
Featured

જંબુસર : ભુત ફળિયા વિસ્તારમાં અપાર ગંદકી, ચાર લોકો રોગના ભરડામાં

જંબુસર : ભુત ફળિયા વિસ્તારમાં અપાર ગંદકી, ચાર લોકો રોગના ભરડામાં
X

જંબુસર શહેરમાં ભૂત ફળિયા વિસ્તારમાં ગટરોનું પાણી ઘરોમાં ભરાતા રોગચાળાનો વાવર જોવા મળી રહયો છે. ફળિયામાં રહેતાં ચારથી વધારે લોકોને ઝાડા ઉલટી થતાં તેમને સારવાર લેવાની ફરજ પણ પડી છે.

જંબુસર શહેરના ભૂતફળિયા મરાઠાવાડ વિસ્તારમાં ઘણા સમયથી ગટરનો પ્રશ્ન વણ ઉકેલ્યો રહ્યો છે. ત્યાં વારંવાર ગટરનું પાણી ઉભરાય છે અને ઘરમાં ભરાય છે. અહીં સ્થાનિક રહીશોને ગટરના પાણીમાંથી અવર જવર કરવી પડે છે. હાલમાં આ ફળિયામાં 4 થી વધુ વ્યક્તિઓને ઝાડા-ઊલટી થતાં તેમને સારવાર લેવાની ફરજ પડી હતી. સ્થાનિક રહીશોએ નગરપાલિકામાં વારંવાર રજુઆત કરી હોવા છતાં કોઇ કાર્યવાહી કરવામાં આવતી નહિ હોવાથી લોકોમાં રોષ ફેલાયો છે. જો નગરપાલિકા આ વિસ્તારની સમસ્યાઓનો નિવેડો નહી લાવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી સ્થાનિકોએ આપી છે

Next Story