Connect Gujarat
ગુજરાત

જંબુસર : કોરોનાના પગલે મુસ્લિમ સમાજ દ્વારા જરૂરિયાતમંદ લોકો માટે કીટ વિતરણનું આયોજન કરવામાં આવ્યું

જંબુસર : કોરોનાના પગલે મુસ્લિમ સમાજ દ્વારા જરૂરિયાતમંદ લોકો માટે  કીટ વિતરણનું આયોજન કરવામાં આવ્યું
X

કોરોનાના કહેરને કારણે મધ્યમ વર્ગના લોકોનું જીવન

અસ્તવ્યસ્ત થઈ ગયું છે. સરકાર પણ આ પરિવારના લોકોને પૂરતી સહાય મળી રહે તે માટે અથાક

મહેનત કરી રહી છે. આખા ભારતમાં જ્યારે લોકડાઉન છે ત્યારે તેની સૌથી મોટી અસર મધ્યમ વર્ગના લોકો પર પડી

છે. તેમાં રોજે રોજ કમાણી કરી ખાનારાની સંખ્યા વધુ છે. આ લોકો માટે સરકારની સાથે

સાથે અન્ય જુદી જુદી સંસ્થાઓ પણ સેવા કરવા માટે આગળ આવી રહી છે.

આવી જ જંબુસરની એક સંસ્થા સહાય માટે સામે આવી છે. જંબુસરના મુસ્લિમ સમાજ દ્વારા જુદા જુદા વિસ્તારોમાં કિટ વિતરણ કરવામાં આવી રહ્યું છે. જંબુસરના મુસ્લિમ સમાજ દ્વારા કુલ ૧૮૦૦ કિટ તૈયાર કરવામાં આવી છે. જેમાં આજ રોજ ૧૫૯૩ કિટનુ વિતરણ કરાયું હતું. અને આગળ પણ આ સેવા ચાલુ રાખવામાં આવશે તેમ જણાવ્યુ હતું. કીટમાં ૧૦ કિલો ચોખા,૧૦ કિલો ઘઉ,૨ લી. તેલ,૨ કિલો ખાંડ ,દાળ અને ચા નો સમાવેશ થાય છે.

Next Story