જંબુસર: ટંકારી ગામે પ.પૂ. બ્રહ્મસ્વરૂપ હરીપ્રસાદ સ્વામીના સાનિધ્યમાં આત્મીય યુવા અધિવેશન યોજાયું

New Update
જંબુસર: ટંકારી ગામે પ.પૂ. બ્રહ્મસ્વરૂપ હરીપ્રસાદ સ્વામીના સાનિધ્યમાં આત્મીય યુવા અધિવેશન યોજાયું

જંબુસર તાલુકાના ટંકારી ગામે પરમ પૂજ્ય બ્રહ્મસ્વરૂપ હરીપ્રસાદ સ્વામીના સાનિધ્યમાં આત્મીય યુવા અધિવેશન યોજાયું હતું.

આગામી ૨ થી ૫ જાન્યુઆરીએ વડોદરા ખાતે યુવા મહોત્સવની ઉજવણી થનાર છે. જે અંતર્ગત હરીપ્રસાદ સ્વામીના સાનિધ્યમાં ઠેરઠેર યુવા અધિવેશન આયોજિત થઇ રહ્યા છે. જેના ભાગરૂપે જંબુસર તાલુકાના ટંકારી ગામમાં આજરોજ યુવા અધિવેશન યોજાયું હતું.

આ પ્રસંગે હરિપ્રસાદ સ્વામીએ મોટી સંખ્યામાં ઉપસ્થિત હરિભક્તોને આશીર્વચન આપતાં જણાવ્યું હતું કે સંપ સુદ્ગઢતા અને એકતાથી આપને સૌ જીવન વિતાવીએ તો હઠ, કામ અને ક્રોધ દૂર થાય આપણા જીવનમાં હઠ ,માન અને ઈર્ષા, દમ ,ક્રોધ અને લોભની પુર્ણાહુતી માટે સંતોના શરણે જવું જરૂરી છે. વધુમાં જણાવતાં તેમણે કહ્યું હતું કે આ તાલુકામાં ઘણીવાર આવવાનું થયું છે અને ફરિવાર આવવાની ઇચ્છા વ્યક્ત કરી હતી આ પ્રસંગે આજુબાજુના ગામડાંના હરિભક્તોએ તેમના દર્શનનો લાભ લીધો હતો

Latest Stories