Connect Gujarat
દેશ

જમ્મુ-કાશ્મીર : DSP રેન્કના અધિકારી સહિત 2 આતંકીઓની કરાઇ ધરપકડ

જમ્મુ-કાશ્મીર : DSP રેન્કના અધિકારી સહિત 2 આતંકીઓની કરાઇ ધરપકડ
X

જમ્મુ અને કાશ્મીના કુલગામમાંથી ડીએસપી રેન્કના અધિકારી સહિત 2 આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, આતંકવાદી અને પોલીસ બન્ને સાથે કારમાં બેઠા હતા. જે બન્ને આતંકી હિઝબુલ મુજાહીદ્દીન સાથે જોડાયેલા છે. સેના અને પોલીસ દ્વારા વાહન ચેકિંગ દરમિયાન ડીએસપીની ધરપકડ કરવામાં આવી હતી. ચેકિંગ દરમિયા ગાડીમાંથી હથિયાર પણ જપ્ત કરવામં આવ્યા હતા.

બન્ને આતંકીઓમાં એક આતંકી લશ્કરનો છે, જ્યારે બીજો આતંકી હિજબુલનો

બતાવવામાં આવી રહ્યું છે. આતંકીઓ સાથે અન્ય એક

ડ્રાયવરની પણ ધરપકડ કરવામાં આવી હતી. ઉપરાંત આતંકીઓ

સાથે ડીએસપી શું કરી રહ્યાં હતા તે વાત હજુ સ્પષ્ટ થઈ નથી. હાલ આ મામલે પોલીસ

દ્વારા કોઈ પણ નિવેદન આપવામાં આવ્યું નથી.

મળતી માહિતી અનુસાર, ઝડપાયેલા

આતંકીઓમાં આતંકી સંગઠન હિઝબુલ મુજાહીદ્દીનનો કમાન્ડર સૈયદ નબીદ બાબુ પણ સામેલ છે.

જે ટ્રક અને સ્થાનીક લોકો પર હત્યા અને અન્ય હુમલામાં સામેલ હતો. નબીદ પહેલા પોલીસ કોન્સ્ટેબલ હતો. જે 2 વર્ષ પહેલા તે એફસીઆઈના ગોદામ પર

તૈનાત હતો. તે દરમ્યાન તે ત્યાથી 4 હથિયાર લઈને નાસી છૂટ્યો હતો. ત્યાર બાદ તે

આતંકી સંગઠન હિઝબુલ સાથે જોડાયો હતો. વધુમાં ધરકપકડ

કરાયેલા ડીએસપી શ્રીનગર એરપોર્ટ પર પોતાની ફરજ માટે તૈનાત હતા. ડીએસપી રેન્કનો કોઇ અધિકારી આતંકીઓ

સાથે પકડાયો હોય તેવું હાલના સમયમાં પ્રથમ વખત સામે આવ્યું છે. હાલ પોલીસ દ્વારા

ત્રણેયની સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે.

Next Story