Connect Gujarat
દેશ

જમ્મુ-કાશ્મીર: દક્ષિણ શોપિયામાં સેના અને આતંકીઓ વચ્ચે ફાયરિંગ, 2 આતંકી ઠાર

જમ્મુ-કાશ્મીર: દક્ષિણ શોપિયામાં સેના અને આતંકીઓ વચ્ચે ફાયરિંગ, 2 આતંકી ઠાર
X

જમ્મુ-કાશ્મીરના દક્ષિણ શોપિયામાં જિલ્લામાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ શરૂ થઈ ગઈ છે. મળતી માહિતી અનુશાર એન્કાઉન્ટર શોપિયાના સુગુ વિસ્તારમાં થઈ રહ્યું છે. પોલીસ અને સુરક્ષાદળો કાર્યવાહી હાથ ધરી છે. જમ્મુ-કાશ્મીરના શોપિયા 2 આતંકવાદીઓ માર્યા ગયા છે, ઓપરેશન હજુ ચાલુ છે. વધુમાં જણાવવામાં આવી રહ્યું છે કે હજુ ગામમાં બે-ત્રણ આતંકીઓ ઘેરાયેલા છે. છેલ્લા બે એન્કાઉન્ટરમાં નવ આતંકવાદીઓ માર્યા ગયા છે.

દક્ષિણ શોપિયામાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે ફાયરિંગ સવારે લગભગ 5.30 વાગ્યે શરૂ થયી હતી. સુરક્ષા દળોની સંયુક્ત ટીમે આ કામગીરી હાથ ધરી છે. જેમાં જમ્મુ-કાશ્મીર પોલીસ, 44 આરઆર અને સીઆરપીએફ શામેલ છે.

Next Story