Connect Gujarat
Featured

જમ્મુ કાશ્મીર : બડગામમાં પોલીસ અને આર્મીએ લશ્કર-એ-તોઈબાના મુખ્ય સહયોગી 3 વ્યક્તિની કરી ધરપકડ

જમ્મુ કાશ્મીર : બડગામમાં પોલીસ અને આર્મીએ લશ્કર-એ-તોઈબાના મુખ્ય સહયોગી 3 વ્યક્તિની કરી ધરપકડ
X

કાશ્મીરના બડગામમાં પોલીસ અને આર્મીની 53મી RR યુનિટે લશ્કર-એ-તોઈબાના મુખ્ય સહયોગી વસીમ ગનીની ધરપકડ કરી છે. તે બીરવાહનો રહેવાસી છે. વસીમ ઉપરાંત તેના અન્ય બે સહયોગીની પણ ધરપકડ કરવામાં આવી છે. આ લોકો આતંકવાદીઓને આ વિસ્તારમાં લોજિસ્ટીક સપોર્ટ સાથે શરણ પણ આપી રહ્યા હતા. આ અગાઉ, સુરક્ષા દળોએ 16 મેના રોજ બડગામના અરિજલ ખાનસૈબમાં એક સુરંગ મળી આવી હતી. આ સાથે લશ્કર-એ-તોઈબાના મદદગાર જહૂર વાની સહિત ચાર લોકોની ધરપકડ કરી હતી.

પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે સુરંગમાંથી મળી આવેલા સામાનને જોતા આવું લાગે છે કે આતંકવાદી કેટલાક દિવસો સુધી અહીં રોકાયા હતા. આ સુરંગ જહૂર વાણીના ઘરથી આશરે 500 મીટર દૂર છે. તે સમયે એવું કહેવામાં આવ્યું હતું કે લંબા સમયથી આતંકવાદીઓની મદદ કરવામાં આવી હતી.

Next Story