Connect Gujarat
ગુજરાત

જમ્મુ અને કાશ્મીરમાં શાળાઓમાં શિક્ષણકાર્યનો થયેલો પ્રારંભ

જમ્મુ અને કાશ્મીરમાં શાળાઓમાં શિક્ષણકાર્યનો થયેલો પ્રારંભ
X

જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 હટાવી લેવામાં આવી છે. જમ્મુ અને કાશ્મીરનું વિભાજન કરી કેન્દ્ર શાસિત પ્રદેશનો દરજજો આપી દેવાયો છે. જમ્મુ અને કાશ્મીરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તે માટે વિવિધ વિસ્તારોમાં કલમ 144 લાગુ કરી દેવામાં આવી હતી.

શાળા તથા કોલેજોમાં રજાઓ આપી દેવામાં આવી હતી. હવે જમ્મુ અને કાશ્મીરમાં ધીમે ધીમે જનજીવન રાબેતા મુજબ થઇ રહયું છે. ખાસ કરીને શાળાઓમાં ફરીથી શિક્ષણ કાર્ય શરૂ થતાંની સાથે વિદ્યાર્થીઓમાં ખુશી જોવા મળી રહી છે. છેલ્લા ઘણા સમયથી રાજયમાં અસમંજસની સ્થિતિ પ્રર્વતી રહી હતી. શાળાઓ રાબેતા મુજબ શરૂ થતાં વિદ્યાર્થીઓ ફરીથી અભ્યાસમાં જોતરાઇ ગયાં છે. ઘણા દિવસોથી શાળાઓ બંધ હોવાથી વિદ્યાર્થીઓનો અભ્યાસ પણ બગડી રહયો હતો. હવે વિદ્યાર્થીઓ ફરીથી અભ્યાસ તથા પરીક્ષાઓની તૈયારીઓમાં વ્યસ્ત બની ગયાં છે.

Next Story