Connect Gujarat
Featured

જમ્મુ-કાશ્મીરના કટારામાં ધરતી ધ્રુજી, 4.0 તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા

જમ્મુ-કાશ્મીરના કટારામાં ધરતી ધ્રુજી, 4.0 તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા
X

જમ્મુ-કાશ્મીરના રિયાસી જિલ્લા અંતર્ગત કટારા અને ડોડા જિલ્લામાં ભૂકંપના આચંકા અનુભવાયા હતા. ડોડાથી 84 કિલોમીટર પૂર્વમાં ધરતીકંપની તીવ્રતા રીક્ટર અનુસાર 4.0 નોંધાઈ છે.

ભૂકંપના કારણે સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. તાજેતરમાં દિલ્હી NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ ઉપરાંત હરિયાણાના ઘણાં જિલ્લાઓ તેમજ બાહ્ય દિલ્હીના વિસ્તારોમાં પણ લોકોએ જમીનનું કંપન અનુભવ્યું હતું. ભૂકંપનું કેન્દ્ર હરિયાણાનો રોહતક હતું. જેની તીવ્રતા 2.8 હતી.

Next Story