Connect Gujarat
ગુજરાત

જામનગરમાં બાળ સંરક્ષણ ગૃહના ફાધરે કરી બાળકો સાથે આવી હરકત....જાણો શું?

જામનગરમાં બાળ સંરક્ષણ ગૃહના ફાધરે કરી બાળકો સાથે આવી હરકત....જાણો શું?
X

બાળકોને પ્રતાડીત કરનાર ફાધર વિરૂધ નોંધાઇ પોલીસ ફરિયાદ

જામનગરમાં સાધના કોલોની સામે બાળ સરક્ષણ ગૃહના સંચાલક ફાધરે બાળકોને શારિરીક-માનસીક ત્રાસ આપી હેરાન પરેશાન કર્યાની પોલીસ દફતરે ફરિયાદ નોંધાવી છે. સાથી કર્મચારીએ ફાધર દ્વારા આપવામાં આવતા ત્રાસનો ફરિયાદમાં ઉલ્લેખ કર્યો છે. પોલીસ દ્વારા આ બનાવની ગંભીરતાને ઘ્યાને રાખી આરોપી સંચાલકની શોધખોળ હાથ ધરી છે.

જામનગરમાં સ્ત્રી વિકાસ ગૃહ અને બાળ સરક્ષણ ગૃહ ચર્ચામાં રહેતા આવ્યા છે. સ્ત્રી વિકાસ ગૃહમાં રહેતી યુવતિઓને હોસ્ટેલમાં હલકી ગુણવતાવાળો ખોરાક આપવામાં આવતો હોવાની ફરિયાદોને લઇને યુવતિઓને તંત્ર સામે બળવો પોકાર્યો હતો. આ પ્રકરણ હજુ ચર્ચામાં જ છે. ત્યાં બાળ સરક્ષણ ગૃહ વિવાદમાં સપડાયુ છે.

સાધના કોલોનીની સામે આવેલ આ ચિલ્ડ્રન હોમમાં નોકરી કરતા વિભાભાઇ કાનાભાઇ મેવાડાએ હોમ હાઉસના ફાધર તરીકે ફરજ બજાવતા સુમીત બાબુભાઇ દાવદરા સામે આઇપીસી કલમ ૩૨૩ અને ધ જુવેનાઇલ જસ્ટીઝ એકટની કલમ ૨૩ તથા જીપીએકટ ૧૩૫ મુજબ ફરિયાદ નોંધાવી હતી. જેમાં આરોપી ફાધર સુમીતે ચિલ્ડ્ર હોમ હાઉસના બાળકો અને હાઉસને નિયંત્રણ રાખવાની જવાબદારી અમુક બાળકોને બિનજરૂરી શારિરીક માનસીક ત્રાસ આપ્યો હોવાનો આરોપ લગાવાયો છે.

આ ઉપરાંત અમુક બાળકોને લાફા મારી તેમજ અમુક બાળકોને કોમ્પ્યુટરના ડેટા કેબલથી કરંટ આપી પજવણી કરી હતી. ત્યારે અમુક બાળકોને ક્રિકેટના સ્ટમ્પ વડે પણ માર માર્યો હતો. છેલ્લા એક મહિનાથી આ ત્રાસ વધી જતાં ગૃહમાં નોકરી કરતા વિભાભાઇએ સીટી એ-ડિવિઝનમાં ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે પોલીસ દ્વારા સંચાલકની ધરપકડ કરવા સહિતની આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Next Story