Connect Gujarat
ગુજરાત

જામનગરઃ બંધારણ સળગાવનારનું નાગરિકત્વ રદ કરવા દલિત સમાજની માંગ

જામનગરઃ બંધારણ સળગાવનારનું નાગરિકત્વ રદ કરવા દલિત સમાજની માંગ
X

દલિત સમાજ દ્વારા જામનગરના લાલબંગલા ચોકમાં ધરણા યોજી ચકકાજામ કર્યો હતો

દિલ્હીના જંતરમંતર ખાતે કેટલાંક લોકો દ્વારા બંધારણ સળગાવવાની ઘટના મુદે સમગ્ર દેશમાં પડઘાં પડ્યા છે. ત્યારે જામનગરમાં દલિત સમાજ દ્વારા ધરણા, ચકકાજામ સહિતના કાર્યક્રમો યોજી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. દલિત સમાજ જામનગર અને આંબેડકર વિચારધારા સંગઠનો દ્વારા આ કાર્યક્રમો યોજાયા હતા. તો સલામતી માટે લાબંગલા ચોકમાં એસપી સહિતનો પોલીસ કાફલો મોટી સંખ્યામાં ખડેપગે કરવામાં આવ્યો હતો

[gallery td_select_gallery_slide="slide" size="large" ids="60690,60691,60692,60693,60694,60695,60696,60697,60698,60699,60700"]

દેશની રાજધાની દિલ્હીમાં જ્યાં દેશની અખંડતા અને લોકશાહીના અનેક સ્મારકો અને ઇમારતો આવેલી છે ત્યાં પાર્લામેન્ટરી હાઉસની બાજુમાં આવેલા જંતર મંતર પાસે બંધારણની કોપીઓ જાહેરમાં સળગાવી દેવાના બનાવના પડઘા જામનગરમાં પણ પડયા હતા. જામનગરના લાલબંગલા ચોકમાં દલિતોએ ધરણા યોજી ચકકાજામ કર્યા હતાં.

દલિત સમાજનો આક્ષેપ છે કે મનુવાદી તત્વો દ્વારા ગત તા.9-8-18ના દિલ્હીના જંતર મંતર ખાતે ભારતીય બંધારણની કોપીઓ જાહેરમાં સળગાવી નાખવામાં આવી હતી. તેમજ ભારતના બંધારણના રચયીતા ડો.બાબા સાહેબ આંબેડકર વિરૂઘ્ધ અપમાનજક સુત્રોચ્ચાર કરવામાં આવ્યા હતાં. આ બાબત સમગ્ર દેશમાં વસતા દલિત સમાજ માટે અપમાનજનક હોય આ પ્રકારનું કૃત્ય કરનાર તત્વો સામે કડક કાર્યવાહી કરવા અને તેનું નાગરીકત્વ રદ કરવાની માંગ સાથે જામનગર દલિત સમાજ દ્વારા લાલ બંગલા ચોકમાં ધરણા યોજવામાં આવ્યા હતાં. તેમજ ચકકાજામ કરી દેખાવો કરવામાં આવ્યા હતાં. દલિત સમાજના આગેવાનોએ આ અંગેનું આવેદનપત્ર જિલ્લા વહિવટી તંત્રને પાઠવી મનુવાદી તત્વો વિરૂઘ્ધ કડક કાર્યવાહી કરવા માટે માંગ કરી હતી.

Next Story