Connect Gujarat
Featured

જામનગર : શહેરીબસ સેવા માટે ફાળવવામાં આવી 3 સીએનજી બસ, હજી વધુ 40 બસોની છે જરૂરીયાત

જામનગર : શહેરીબસ સેવા માટે ફાળવવામાં આવી 3 સીએનજી બસ, હજી વધુ 40 બસોની છે જરૂરીયાત
X

ગુજરાતને ગ્રીન એનર્જીના વપરાશમાં અગ્રસર કરતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજયમાં શહેરી બસો સીએનજી સંચાલિત હોય તેના પર ભાર મુકી રહયાં છે ત્યારે જામનગર મહાનગરપાલિકાને સીએનજી સંચાલિત ત્રણ બસોની ફાળવણી કરવામાં આવી છે.

સરકાર દ્વારા સીએમ અર્બન બસ પ્રોગ્રામ હેઠળ જામનગર શહેર વિસ્તારમાં ૩૦ લોકોની ક્ષમતા સાથેની દસ મીની સીએનજી બસ પીપીપીના ધોરણે ચલાવવામાં આવશે. જામનગર ખાતે હાલ ૩ બસો કાર્યરત કરવામાં આવી છે. જેમાં બીજા તબક્કામાં અન્ય બસોને જરૂરિયાત મુજબના રૂટ પર ચલાવવામાં આવશે. જામનગર શહેરના વિસ્તારને ધ્યાને લેતા અંદાજે ૪૦ જેટલી બસોની જરૂરિયાત રહેવા પામે છે.

મહાનગરપાલિકા દ્વારા પ્રથમ તબક્કામાં ૧૦ ડીઝલ ઓપરેટેડ બસો ખરીદવામાં આવેલી હતી, પરંતુ પર્યાવરણને વધુ સ્વચ્છ અને પ્રદૂષણમુક્ત કરવા માટે મુખ્યમંત્રી દ્વારા રાજ્યમાં સીએનજીનો વ્યાપ વધારવામાં આવ્યો છે ત્યારે જામનગર ખાતે હવે સીએનજી બસો ચલાવવામાં આવશે. આ કાર્યક્રમમાં કૃષિમંત્રી આર.સી.ફળદુ, અન્ન અને નાગરિક પુરવઠા રાજયમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, સાંસદ પૂનમબેન માડમ, ડેપ્યુટી મેયર કરસનભાઇ કરમુર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સુભાષભાઈ જોશી સહિતના મહેમાનો અને નગરજનો હાજર રહયાં હતાં.

Next Story