Connect Gujarat
ગુજરાત

જામનગર : હુમલાખોર શખ્સોએ ચારથી પાંચ છરીના ઘા ઝીંકી એડવોકેટને કરી મુકયા લોહીલુહાણ

જામનગર : હુમલાખોર શખ્સોએ ચારથી પાંચ છરીના ઘા ઝીંકી એડવોકેટને કરી મુકયા લોહીલુહાણ
X

જામનગરના શંકરટેકરી વિસ્તારમાં મોડી સાંજે બાઈક પર પસાર થતા એક એડવોકેટ પર બે શખ્સોએ છરી વડે હુમલો કર્યો હતો વકીલ પર હુમલો તથા દોડધામ મચી ગઈ હતી. તાત્કાલિક ઇજાગ્રસ્ત વકીલને સારવાર અર્થે જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવતા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો.

જામનગરમાં શંકરટેકરીમાં શાસ્ત્રીનગર વિસ્તારમાં મહાદેવના મંદિર નજીક રહેતા વકીલ કલ્પેશભાઈ અનિલભાઈ ફલિયા સાંજે સાડા સાત વાગ્યે પોતાના ઘરે બાઈક પર જઈ રહ્યા હતા.હુમલાખોર શખ્સોએ ચારથી પાંચ છરીના ઘા ઝીંકી એડવોકેટને લોહીલુહાણ કરી મુકયા હતા.બાઇક પર આવેલા બે શખ્સોએ વકીલને છાતીના તથા પેટના ભાગે છરીના ઘા ઝીંકી ગંભીર રીતે ઘાયલ કરી દીધા હતા.વકીલ કલ્પેશ ભાઈ અચાનક થયેલા હુમલાથી ઢળી પડ્યા હતા અને તાત્કાલીક સારવાર માટે જામનગરની જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

બનાવની જાણ થતાં સીટીસી ના પી.આઈ આર જે પાંડર અને સ્ટાફ પણ ઘટનાસ્થળે દોડી ગયો હતો. નાસી છૂટેલા બંને હુમલાખોરોને ઝડપી પાડવા માટે પોલીસે કવાયત હાથ ધરી છે..એક વર્ષ પહેલા આ જ રીતે શહેર ના ટાઉનહોલ પાસે શહેર ના પ્રખ્યાત વકીલ કિરીટ જોશી પર આજ રીતે હુમલો કરવામાં આવ્યો હતો. જેના હજુ સુધી કોઈ સગડ મળ્યા નથી કે આરોપી પોલીસ ના હાથ લાગ્યા નથી ત્યારે કિરીટ જોશી ના બનાવ ના એક જ વર્ષ માં જામનગર માં વકીલ પર ના હુમલા ના ૪ જેટલા બનાવો બનવા પામ્યા છે. ત્યારે વકીલ મંડળ દ્વારા પણ આ બનાવ ને વખોડી કાઢતા પોલીસ ની કામગીરી પર સવાલો કર્યા હતા.

Next Story