Connect Gujarat
Featured

જામનગર : રસ્તે રઝળતા ઢોરે વધુ એક નિર્દોષનો ભોગ લીધો, તંત્ર હજુ કુંભકર્ણની નિંદ્રામાં..!

જામનગર : રસ્તે રઝળતા ઢોરે વધુ એક નિર્દોષનો ભોગ લીધો, તંત્ર હજુ કુંભકર્ણની નિંદ્રામાં..!
X

જામનગરમાં જાણે રસ્તે રઝળતા ઢોર દ્વારા રસ્તા રોકો આંદોલન કરવામાં આવ્યું હોય તેમ શહેરના અનેક માર્ગો પર રખડતા ઢોરનો ત્રાસ રાહદારી અને વાહનચાલકો ભોગવી રહ્યા છે.

જામનગર શહેર અને જીલ્લામાં દિવસેને દિવસે રખડતા ઢોરનો ત્રાસ એટલી હદે વધી ગયો છે કે, તેનો ભોગ માણસો બની રહ્યા છે. તાજેતરમાં જ જામનગર શહેરના ગોકુલનગર રોડ પર એક વૃદ્ધ પોતાની મોટરસાઈકલ પર જઈ રહ્યા હતા, ત્યારે માર્ગ પર વચ્ચે ખુંટીયો આવીને ભટકાતા વૃદ્ધ નીચે પડી જતા તેઓને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોચતા તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જોકે જામનગર શહેરમાં નહી પણ ઢોરનો ત્રાસ હવે જીલ્લાના અનેક તાલુકાઓમાં પણ વધતો જોવા મળી રહ્યો છે.

જામનગર જીલ્લાના જામજોધપુર શહેરમાં મધર ટેરેસા સ્કુલ નજીક 4 દિવસ પૂર્વે 62 વર્ષીય રમેશચંદ્ર અમૃતિયા મોટરસાઈકલ પર જામજોધપુરથી ગીંગણી ગામે પોતાના ભાઈને ઘરે જતા હતા, ત્યારે અચાનક ખુંટીયો આવી મોટરસાઈકલ સાથે અથડાઈ જતા તેઓને હેડ ઇન્જરી થઇ હતી. જેથી તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું.

જામનગરમાં રસ્તે રઝળતા ઢોરના ત્રાસથી રાહદારીઓના મોત નીપજી રહ્યા છે, છતાં પણ તંત્ર હજુ કુંભકર્ણની નિંદ્રામાં સૂતું છે, ત્યારે કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી અને નિર્દોષ લોકો ભોગ બની રહ્યા છે.

Next Story