Connect Gujarat
સમાચાર

જામનગર : બીટ કોઈન ફેમ નિશા ગોંડલીયા ફરી આવી ચર્ચામાં, જુઓ ભૂમાફિયાઓ વિરુદ્ધ શું કહ્યું..!

જામનગર : બીટ કોઈન ફેમ નિશા ગોંડલીયા ફરી આવી ચર્ચામાં, જુઓ ભૂમાફિયાઓ વિરુદ્ધ શું કહ્યું..!
X

જામનગરના ભૂમાફિયા જયેશ પટેલ અને યશપાલ જાડેજા વિરુદ્ધ અનેક ફરીયાદ કરનાર બીટ કોઈન ફેમ નિશા ગોંડલીયા ફરી ચર્ચામાં આવી છે, ત્યારે જયેશ પટેલ વિરુદ્ધ નિશા ગોંડલિયા જામનગરના નવા એસપીને રજૂઆત કરવા પહોંચી હતી.

જામનગરમાં જિલ્લા પોલીસ વડા કચેરી ખાતે નિશા ગોંડલીયા એસપી દીપેન ભદ્રેનને અરજી આપવા માટે પહોંચી હતી. જેમાં નિશા ગોંડલીયાએ ભૂમાફિયા જયેશ પટેલ પર અનેક આરોપ લગાવ્યા હતા. જોકે નિશા ગોંડલીયા દ્વારા માંગ કરવામાં આવી હતી કે, તેના પર ફાયરિંગ કરાવનાર આરોપીઓ હજુ પણ ખુલ્લેઆમ ફરી રહ્યા છે. અને તેને બદનામ કરવા માટે ભૂમાફિયા જયેશ પટેલ અવારનવાર સોશિયલ મીડિયામાં ઓડિયો તેમજ વિડિયો મૂકી રહ્યો છે.

સમગ્ર મામલે નિશા ગોંડલિયાએ જિલ્લા પોલીસ વડા કચેરી ખાતે આરોપીઓને તાત્કાલિક ઝડપી પાડવામાં આવે તે માટે અરજી કરી છે. જોકે મીડિયા સાથેની વાતચીતમાં નિશા ગોંડલિયાએ ભૂમાફિયા જયેશ પટેલ અને યશપાલ જાડેજા પર અનેક આરોપો લગાવ્યા હતા. તેમજ તેના પર જે ફાયરિંગ કરવામાં આવ્યું હતું, તેના આરોપીઓ પણ હજુ પોલીસ પકડથી દૂર હોવાની વાત જણાવી હતી, ત્યારે બીટ કોઈન ફેમ નિશા ગોંડલિયા ફરી ચર્ચામાં આવી હોય તેમ લાગી રહ્યું છે.

Next Story