Connect Gujarat
ગુજરાત

જામનગર : છોટી કાશીના ગાદીપતી સહિત રાજકીય આગેવાનો “CAA સમર્થન” રેલીમાં રહ્યા હાજર

જામનગર : છોટી કાશીના ગાદીપતી સહિત રાજકીય આગેવાનો “CAA સમર્થન” રેલીમાં રહ્યા હાજર
X

જામનગરમાં CAA જન સમર્થન સમિતી દ્વારા મહા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના પ્રદર્શન ગ્રાઉન્ડમાંથી છોટી કાશીના ચારેય ગાદીપતી, સંતો-મહંતો, રાજ્યમંત્રી, સંસદ સભ્ય સહિત જુદી જુદી સંસ્થાના આગેવાનો તેમજ વિદ્યાર્થીઓ CAA સમર્થન માટે રેલીમાં જોડાયા હતા.

કેન્દ્ર સરકાર દ્વારા અમલમાં લવાયેલા CAAના કાયદાના સમર્થન માટે જામનગરમાં એક વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. CAA જન સમર્થન સમિતિના નેજા હેઠળ નાગરિકતા કાયદાને સમર્થન આપવા માટે આણદાબાવા સેવા સંસ્થાના મહંત દેવપ્રસાદજી મહારાજ, પ્રણામી સંપ્રદાયના મહંત કૃષ્ણમણીજી મહારાજ, મોટી હવેલીના વલ્લભરાયજી મહોદય તેમજ BAPSના ધર્મનિધી દાસજીની આગેવાની હેઠળ સાંસદ પૂનમ માડમ, રાજયમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, મેયર હસમુખ જેઠવા, નગરના અગ્રણીઓ, વેપારીઓ, ઉદ્યોગપતિઓ તેમજ રાજકીય આગેવાનો અને શાળા કોલેજના વિદ્યાર્થીઓ વિશાળ જન સમર્થન રેલીમાં જોડાયા હતા.

હાથમાં ભારતના રાષ્ટ્રધ્વજ અને CAAના કાયદાને સમર્થન આપતા બેનરો સહિત ઠેર ઠેર પોષ્ટરો લગાવવામાં આવ્યા હતા. જે રેલી પ્રદર્શન ગ્રાઉન્ડથી પ્રારંભ થઇ લાલ બંગલા સર્કલમાં પૂર્ણ થઇ હતી, જયાં તમામ રાજકીય આગેવાનો તેમજ શ્રેષ્ઠીઓના હસ્તે ડો. ભીમરાવ આંબેડકર અને સર સેનાપતિ રાજેન્દ્રસિંહજી જાડેજાની પ્રતિમાને ફુલહાર કરવામાં આવ્યા હતા. CAA જન સમર્થન રેલી સમયે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

Next Story