Connect Gujarat
ગુજરાત

જામનગર: નાતાલપર્વની શહેરમાં હર્ષભેર ઉજવણી, સાન્તાક્લોઝના જાદુથી બાળકોમાં અનેરો ઉત્સાહ

જામનગર: નાતાલપર્વની શહેરમાં હર્ષભેર ઉજવણી, સાન્તાક્લોઝના જાદુથી બાળકોમાં અનેરો ઉત્સાહ
X

સમગ્ર દેશમાં ઠેર ઠેર નાતાલની ઉજવણી કરવામાં આવી રહી છે. આજે જામનગર શહેરના અનેક ચર્ચ ખાતે ખ્રિસ્તી સમુદાય દ્વારા નાતાલના પર્વની ઉજવણી કરવામાં આવી હતી. શહેર ના ચર્ચોને રોશનીથી શણગારવામાં આવ્યા હતા.

જામનગર શહેરમાં ઠેક ઠેકાણે ક્રિસમસ ડેની ઉજવણીના ભાગરૂપે ચર્ચને રોશનીથી સાજ શણગારવામાં આવ્યા છે. ભગવાન ઇસુના જન્મ દિવસ ને ખ્રિસ્તી સમાજ નાતાલના પર્વ તરીકે ઉજવે છે. દુનિયાભરમાં આ પર્વને ધામધૂમ પૂર્વક ઉજવવામાં આવે છે.

ક્રિસમસ ડેની ઉજવણી શહેરના સેક્રેટ ચર્ચમાં કરવામાં આવી હતી. ફાધર દ્વારા પ્રાર્થના ગવડાવવામાં આવી હતી. જ્યારે મહિલાઓ દ્વારા ભગવાન ઇસુ ખ્રિસ્તની પ્રાર્થના કરતાં ગીતો ગાવામાં આવ્યા હતા. ભગવાન ઈસુ ખ્રિસ્તનો જન્મ રાત્રિના ૧૨ વાગ્યે થયો હતો. જેને ખ્રિસ્તી સમાજ દ્વારા ચર્ચમાં જઈને પરંપરાગત કાર્યક્રમો યોજવામાં આવે છે. જેમાં નાના ભૂલકાઓથી માંડી યુવાનો, પુરુષો અને મહિલાઓ સાથે મળીને હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરી હતી. પ્રસંગ દરમિયાન સાન્તાક્લોઝે બાળકોને ચોકલેટ આપી મન મોહી લીધા હતા. જામનગર શહેરના ખ્રિસ્તી લોકોએ પોતાના ઘરને રોશની થી શણગાર્યા હતા. નાતાલ પર્વ નિમિત્તે ખ્રિસ્તી લોકો સગા સબંધીઓને મળી નાતાલની ઉજવણી કરે છે.

Next Story